Loksabha 2024:પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત કરી છે. મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચ્યાની નીતિન પટેલની જાહેરાતી રાજકારણ ક્ષેત્રે અને તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યા છે. ફેસબુક પોસ્ટ પર તેમણે લખ્યું છે કે, “ ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી પરત ખેંચુ છુ. કેટલાક કારણોસર મેં આ નિર્ણય લીધો છે”ફેસબુક પર પોસ્ટ થકી નીતિન પટેલે આ જાહેરાત કરી છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે, મહેસાણા બેઠક પરથી ભાજપ  હવે કોને  આપશે ટિકિટ તેને લઈ ચર્ચા ચાલી રહી છે. મહેસાણા બેઠક પરથી નામ જાહેર થાય તે પહેલા દાવેદારી પાછી ખેંચતા અને તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલનું નામ  ચર્ચામાં હતું.


લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આજે  દિલ્હીમાં બીજેપી પાર્ટી હેડક્વાર્ટર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.   ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. 


લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપે  15 ઉમેદવારો કર્યા જાહેર



  • કચ્છ- વિનોદ ચાવડા

  • બનાસકાંઠા- ડૉ રેખાબેન ચૌધરી

  • પાટણ- ભરતસિંહ ડાભી

  • ગાંધીનગર- અમિત શાહ

  • અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા

  • રાજકોટ- પરુશોત્તમ રુપાલા

  • પોરબંદર- મનસુખ માંડવિયા

  • જામનગર- પૂનમબેન માડમ

  • આણંદ- મિતેશ પટેલ

  • ખેડા-દેવુસિંહ ચૌહાણ

  • પંચમહાલ-રાજપાલ સિંહ મહેંદ્રસિંહ જાદવ

  • દાહોદ -જસવંતસિંહ ભાભોર

  • ભરુચ- મનસુખ વસાવા

  • બારડોલી-પ્રભુભાઈ વસાવા

  • નવસારી-સીઆર પાટીલ