LOK Sabha Election 2024 Live: વિરોધ અને વિવાદની વચ્ચે ભાજપના 2 ઉમેદવારોએ છોડ્યું ચૂંટણી મેદાન
હોળીના પર્વ પહેલા લોકસભાની ગુજરાતની બેઠકનો રંગ પણ બદલાયા છે, સાબરકાંઠા અને વડોદરા બેઠકના ભાજપના ઉમેદવારોએ આજે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.
“પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રંજનબેન ભટ્ટની ચૂંટણી લડવાની અનિચ્છા બાદ મોટું નિવેદન કર્યું છે.
તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ ભાજપમાં ડરી ડરી ને કાર્ય કરી રહ્યા છે. વડોરામાં ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા થયેલો વિગ્રહ બતાવે છે કે, કાર્યકર્તા કેટલા નિરાશ છે, આજના શાસનમા બહાર આવીને ભાજપના તાનાશાહી શાસન વિશે ખુલીને બોલતા કાર્યકરો ને અભિનંદન આપું છું,પાટણ અને બનાસકાંઠા ના કોંગ્રેસ ના જંજાવતી પ્રચાર જોઈને ભાજપના પગ નીચેથી જમીન નીકળી ગઇ છે”
લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક સાથે જીતની હેટ્રીકના જીતના સંકલ્પ આગળ વધારવા ભાજપ લાભાર્થી સંપર્ક અભિયાન શરુ કરવા જઈ રહ્યુ છે. આવતીકાલે સવારે નવ વાગ્યે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં વૃંદાવન આવાસ પહોંચી મુખ્યમંત્રી અભિયાનની શરુઆત કરાવશે... આ અભિયાન અંતર્ગત ડબલ એન્જિનની સરકારથી નાગરિકોને મળેલા લાભ અંગે સંવાદ થશે... ખુદ મુખ્યમંત્રી લાભાર્થીઓને મળી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરશે. સ્વાભાવિક રીતે ઉજવલા યોજના સહિતની કેન્દ્રની યોજનાઓથી અનેક નાગરિકોને લાભ મળ્યો છે અને તે જ મુદ્દો આ ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે મહત્વનો રહેશે
ભરૂચ લોકસભા બેઠક પર એક પોસ્ટના કારણે રાજનિતી ગરમાઇ છે. સાંસદ મનસુખ વસાવાની પોસ્ટથી રાજનીતિ ગરમાઈ છે. AAPના નેતાઓ ઉઘરાણી કરતા હોવાની મનસુખ વસાવાની પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આપના નેતા હોળીના બહાને અધિકારીઓ અને કોન્ટ્રોક્ટરનો ધમકાવીને રૂપિયા પડાવે છે
આજે સાબરકાંઠાના લોકસભાના બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. તેમણે અંગત કારણોસર આ નિર્ણય કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ નિર્ણય બાદ અરવલ્લી કમલમ કાર્યાલયથી ભીખાજીના પોસ્ટરોને ઉતારવામાં આવ્યાં છે.
લોકસભાની ચૂંટણીને લઇને બાકી રહેલી બેઠક પર મંથન ચાલુ છે. ત્યારે આજે સાંજે ભાજપ CECની દિલ્લીમાં બેઠક યોજાશે, બાકીની 6 બેઠક પર આ મુદ્દે ચર્ચા થઇ શકે છે. બે બાદ વધુ ઉમેદવાર બદલાવાની ચર્ચાએ પણ જોર પક્યું છે. બનાસકાંઠા, આણંદમાં ઉમેદવારો બદલાવાની વાત પણ હાલ ચર્ચાઇ રહી છે.
સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
23 માર્ચ શનિવારે એક્સ પર પોસ્ટ કરીને લોકસભાની ભાજપના ઉમેદવાર રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. વડોદરાની બેઠક પરથી રંજન બેનને ભાજપે ટિકિટ આપી હતી જો કે તેના નામની જાહેરાત બાદ ભાજપ રાષ્ટ્રિય મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ તેમના પર કેટલાક ગંભીર આક્ષેપ કર્યાં હતા, તેના નામની જાહેરાત બાદ વિવાદ સર્જાતા આખરે તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
Lok sabha Election 2024: ગુજરાત લોકસભાની બેઠકને લઇને આજે મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. ભાજપના 2 ઉમેદવારોએ અચાનક જ ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા આ નિર્ણયને લઇને અનેક તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યાં છે. વડોદરા અને સાબરકાંઠાના બંને ઉમેદવારોએ આજે ચૂંટણી મેદાન છોડવાનો નિર્ણય કર્યો છે.
વડોદરા અને સાબરકાંઠાની લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવારોએ આજે ચૂંટણી મેદાન છોડતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યા છે. વડોદરાથી રંજનબેન ભટ્ટે આજે સવારે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિઇચ્છા વ્યક્ત કરી હતી તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.
તો વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. મીડિયા સમક્ષ આ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીનો નથી પરંતુ મારો અંતર નિર્ણય છે. કેટલાક અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા માટે ભાજપે જ્યારે રંજનબેન ભટ્ટે પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે જ્યોતિ પંડ્યાએ નામનો વિરોધ કર્યો હતો. રંજનબેનનું નામ જાહેર થતાં જ અનેક વિવાદો સર્જાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -