કચ્છ:માંડવી નલિયા રોડ વચ્ચે સ્વિફ્ટ ગાડી પલટી જતાં 4 લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે 4માંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેને ભુજની જી.કે જનરલ હોસ્પિટલ રીફર કરવામા આવ્યાં છે


આજે વહેલી સવારે માંડવી નલિયા રોડ ઉપર સ્વિફ્ટ ગાડી પલટી જતાં અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને  ઇજા પહોંચી છે. સ્વિફ્ટ કારમાં સવાર 4 લોકોમાંથી ૩ લોકોને નલિયા સી.એચ.સી માં ખસેડવામાં આવ્યા છે.જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે જેને  ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરવામા આવ્યાં હતા.ગાંધીધામ થી પરત  નલિયા જતી વખતે અકસ્માત સર્જોયો હતો.


કલોલમાં ST બસ ચાલકે કાબુ ગુમાવતા મુસાફરો પર બસ ફરી વળી, ચારના મોત, પાંચ ઘાયલ


ગાંધીનગરઃ કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે 7.18 કલાકે આ ઘટના ઘટી હતી. ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


8 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપો ની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. કલોલ અબિકા નગર બસ સ્ટોપ પાસે આ ઘટના બની છે.અમદાવાદ જવા બસની રાહ જોઇ ઉભા રહેલાં મુસાફરોને બસે ટક્કર મારી છે.મળતી માહિતી મુજબ આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. 


ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી.GJ-18-Z-8881 નંબરની સરકારી બસને ખાનગી બસે ટક્કર મારી હતી. AR-01-Q-7291 નંબરની ખાનગી બસે ટક્કર મારી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા કલોલ અને બાદમાં ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે. 


Accident: નડિયાદ નજીક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે મહિલાના મોત, પાંચ ઘાયલ


Accident: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, મહેસાણા બાદ આજે ખેડામાં પણ ભયાનક અકસ્માત સર્જાયો છે. આજે ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક ટ્રક ટેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં બે મહિલાના મોત થઇ ગયા છે, અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 


માહિતી પ્રમાણે, આજે ખેડાના નજીક નજીક આવેલા પીપળાતા પાસે એક ટ્રક ટેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પીપળાતા હરસિધ્ધિ પાર્ટી પ્લૉટ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં બે મહિલાના મોત થયા હતા, અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, આમાં નાના બાળકો સહિત મોટા લોકો પણ સામેલ છે. હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 મારફતે નડિયાદની સિવિલ હૉસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 


કહેવાઇ રહ્યું છે કે, ટ્રક ચાલક ડ્રાઇવર અકસ્માત દરમિયાન નશામાં ધૂત હતો અને આ કારણોસર અકસ્માતની ઘટનાને અંજામ મળ્યો હતો, જોકે, અકસ્માત બાદ ગામલોકોએ ટ્રક ડ્રાઇવરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.


મહેસાણા-ઉંઝા હાઇવે પર ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને મારી ટક્કર, મહિલાનું મોત


મહેસાણાઃ મહેસાણાના ભાન્ડુ ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને ટક્કર મારી હતી. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના ભાન્ડુ ગામના પાટીયા પાસે ઇકો કાર ચાલકે એક મહિલા અને બે બાળકોને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું.  ઇકો કારની ટક્કરથી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા.


અકસ્માત બાદ મુસાફરો ભરેલી ઇકો કારને મુકીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. મહેસાણા જિલ્લામાં વાહન ચાલકો બેફામ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવાના સવાલો ઉઠી રહ્યા છે.