ગાંધીનગરઃ કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે 7.18 કલાકે આ ઘટના ઘટી હતી. ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
8 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.
અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપો ની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે.
કલોલ અબિકા નગર બસ સ્ટોપ પાસે આ ઘટના બની છે.
અમદાવાદ જવા બસની રાહ જોઇ ઉભા રહેલાં મુસાફરોને બસે ટક્કર મારી છે.
મળતી માહિતી મુજબ આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.
ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
GJ-18-Z-8881 નંબરની સરકારી બસને ખાનગી બસે ટક્કર મારી હતી.
AR-01-Q-7291 નંબરની ખાનગી બસે ટક્કર મારી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા કલોલ અને બાદમાં ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે.
ડાંગમાં ખાનગી બસ પલટી
સાપુતારા માલેગાંવ ઘાટમાં અકસ્માત થયો છે. અહીં ખાનગી બસની બ્રેક ફેલ થતા બસ પલટી મારી ગઈ હતી. અમદાવાદના સાણંદથી નાશીક, શિરડી પ્રવાસેથી પરત ફરતા મુસાફરોને અકસ્માત નડ્યો છે. માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ઉપર ના વળાંક માં બ્રેક ફેલ થઈ જતા બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર કુલ 56 મુસાફરો પૈકી 38 ને નાની મોટી ઇજા થઈ છે. ઇજાગ્રસ્ત મસાફરોમાં 13 ને સામગહાન, 20 ને આહવા સિવિલ, અને 5 ને સુરત રીફર કરવામાં આવ્યા છે.
રાજકોટમાં હિટ એન્ડ રન
રાજકોટ અમીન માર્ગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ગઈકાલે રાત્રે કાર ચાલકે સર્જ્યો હતો હિટ એન્ડ રન. પુરપાટ જતા કાર ચાલકે બાઇક પર જતી યુવતીને હડફેટે લીધી હતી. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવતીને સામાન્ય ઇજા થઈ છે.
ભરૂચ નજીક હાઈવે પર ટેંકરમાં આગ
ભરૂચ નજીક હાઇવે પર ટોલપ્લાઝા નજીક મહાકાય ટેન્કરમાં આગ લાગી હતી. આગના કારણે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જોકે બાદમાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.