ભાવનગર : તળાજા નજીક મોડી રાત્રીના સમયે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું. મહુવા-તળાજા નેશનલ હાઈવે પર હાજીપર ના પાટીયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જોકે ભાવનગર-મહુવા નેશનલ હાઈવે પર વારંવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. છેલ્લા બે મહિનામાં એક ડઝનથી વધુ અકસ્માતના બનાવો બન્યા છે જેમાં અનેકે જીવ ગુમાવ્યાં છે તેમજ અનેક લોકો ને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. હાલ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે, ઝડપથી કામ પૂર્ણ કરવા લોકોની માંગ.


કઈ જાણીતી ગુજરાતી ગાયિકા પર થયો હુમલો? પ્રોગ્રામમાં આવતાં સમયે બની ઘટના
પાટણઃ લોક ગાયિકા કાજલ મહેરિયા પર હુમલો કરવામાં આવ્યો છે. પાટણના ધારપુરમાં ડેરી પાસે બની ઘટના. ધારપુરમાં એક લાઈવ ડીજે પ્રોગ્રામમાં આવતા સમય બની ઘટના. અગાઉ તેમની સાથે કે.એમ. ડિજિટલ ગ્રુપ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતા ઇસમે સહિત પાંચ ઈસમોએ કર્યો હુમલો. અગાઉના મનદુઃખ માં કરવામાં આવ્યો હુમલો.


કાજલ મહેરિયાની ગાડીના કાચ તોડી ધોકા વડે કરવામાં આવ્યો હુમલો. હુમલો કરનાર રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમો સહિત પાંચ ઈસમો સામે માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલી સોનાની કંઠી લૂંટી લઈ જવાની સહિતની નોધાવી પોલીસ ફરિયાદ. બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


કાજલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દોઢ વર્ષ પહેલા આરોપી રમુભાઈ રબારી તેમની સાથે કામ કરતો હતો અને અલગ અલગ ગામનું બહાનું બતાવી તેમની પાસેથી પૈસા માંગતો હતો. જે આપવાની ના પાડતા કામ પરથી નકળી ગયો હતો. તેમજ તે અવાર-નવાર ડી.જે.ના પ્રોગ્રામમાં કાજલને બોલાવવા માંગતો હતો. પરંતુ તે નહીં આવતાં તેનો ખાર રાખી ધોકાથી કાજલનો જ્યાં ડીજેનો લાઇવ પ્રોગ્રામ હતો ત્યાં આરોપીઓએ તેની ફોર્ચ્યુનર કાર ઉભી રખાવી ધોકાથી ગાડીનો કાચ તોડી નાંક્યો હતો. તેમજ કાજલ અને તેના સાથીદારોને ધોકાથી માર માર્યો હતો. આ હુમલામાં કાજલના જમણા હાથની ટીશર્ટ ફાડી નાંખી ગળમાં પહેરેલ સોનાની ત્રણ લાખની કિંમત કંઠી તોડી ઝૂંટલી લીધી હતી અને અને જાતિ વિષયક શબ્દો બોલી જાહેરમાં અપમાનીત કરી હતી.