સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર ટ્રક અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં 108 દ્વારા તેમને ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દુદાપુર ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.