Celebrating Independence Day: દેશ આજે રાષ્ટ્રીય તહેવારની ભારે જોશ સાથે ઉજવણી કરી રહ્યું છે, આજે ભારત 77મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે, ત્યારે પોરબંદરના દરિયામાથી એક અદભૂત દેશભક્તિના જોશની તસવીરો સામે આવી છે. અહીં પોરબંદરના દરિયામાં વચ્ચોવચ યુવાઓ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો છે. 




અત્યારે સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છે, ત્યારે પોરબંદરના દરિયામાં પણ એક જોશભર્યો તિરંગો લહેરાવાયો છે. ખરેખરમાં, પોરબંદરના દરિયામાં આજે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 77મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે, આ પ્રસંગે અહીં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓ દ્વારા મધદરિયે તિરંગો લહેરાવાયો છે.


યુવાઓ દ્વારા આ ઘૂઘવતા દરિયા અને તોફાની મોજાઓની વચ્ચે પણ તિરંગાનો શાન સાથે લહેરાવાયો છે. અહીં છેલ્લા 22 વર્ષથી આ યુવાઓ તોફાની મોજા સાથે બાથ ભીડી ભક્તિના રંગે રંગાય છે, આજે પણ આ જ સ્થિતિ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોવા મળી છે.




ખાસ વાત છે કે દરિયાની વચ્ચોવચ પહેલા ધ્વજવંદન કરવામાં આવ્યુ, અને બાદમાં આ યુવાઓ દ્વારા રાષ્ટ્રગાન અને સલામી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પોરબંદર ચોપાટી ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના યુવાઓની સાથે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.






PM મોદીએ લાલ કિલ્લાથી કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું- 'હું આવતા વર્ષે ફરી આવીશ'


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 77માં સ્વતંત્રતા દિવસના અવસરે મંગળવારે (15 ઑગસ્ટ) લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. 90 મિનિટથી વધુના તેમના સંબોધનમાં વડાપ્રધાને સ્વતંત્રતા સેનાનીઓ વિશે વાત કરી અને મણિપુરનો પણ ઉલ્લેખ કર્યો. જ્યારે તેમણે સરકારની સિદ્ધિઓ વિશે વાત કરી, ત્યારે તેમણે નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકાની રૂપરેખા આપી. તેમણે રાજકીય વિરોધીઓ પર પણ નિશાન સાધ્યું અને સંબોધનના છેલ્લા ભાગમાં તેમણે 2024માં ફરી એકવાર પાછા ફરવાની વાત કરી. પીએમ મોદીએ કહ્યું, "આગલી વખતે 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ, તેની સફળતા અને ગૌરવ રજૂ કરીશ." હું તમારી પાસેથી આવું છું, હું તમારામાંથી બહાર આવું છું, હું તમારા માટે જીવું છું. જો હું સ્વપ્ન જોઉં તો પણ તે તમારા માટે આવે છે, ભલે હું પરસેવો કરું, હું તે તમારા માટે કરું છું. તમે મને આ જવાબદારી આપી એટલા માટે નહીં, હું આ એટલા માટે કરી રહ્યો છું કારણ કે તમે મારા પરિવાર છો અને હું તમારું કોઈ દુ:ખ જોઈ શકતો નથી.