પોરબંદરની શિસ્ત, સંસ્કાર અને પરંપરા સાથેના શિક્ષણ માટે જાણીતી એવી ગુરૂકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિલિયમ શેકસપિયર ઇંગ્લિશ લિટરરી ફેસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત પ્રથમ દિવસે એટલે કે તારીખ 20 ના રોજ ઇનોગ્યુરેશન કાર્યક્રમ તેમજ ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ અંગ્રેજી સાહિત્યના પાત્રોને મંચ પર અવતરીત કર્યા હતાં. આ કાર્યક્રમમાં અંગ્રેજી વિભાગનાં વિદ્વાન ડૉ. હરીનબેન મજીઠીયા મુખ્ય મહેમાન તરીકે તેમજ કૉલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રોહિણીબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.  કાર્યક્રમની શરૂઆત ડૉ. કેતકીબેન પંડ્યાએ સ્વાગત પ્રવચનથી કરી હતી. કાર્યક્રમના અંતે ડો. અનુપમ નાગર સાહેબે પોતાની વિશિષ્ટ શૈલીમાં વિદ્યાર્થીનીઓને આશીર્વચન આપેલા. કાર્યક્રમના અંતે ડો. નયનભાઈ ટાંકે આભાર વિધિ કરેલી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન કુ. પારુલ શુક્લા તેમજ કુ. સોનલ ડોડિયાએ કરેલું. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે કુ. શ્રુતિ ડોડીયા, દ્વિતિય વિજેતા તરીકે કુ. હિરલ સાદીયા અને તૃતીય વિજેતા તરીકે કુ. શ્રુતિબા રાયજાદા અને કુ. કાજલ ઓડેદરા રહેલા હતાં.


આ કાર્યક્રમના બીજા દિવસે ચાર્ટ મેકિંગ કોમ્પીટીશન તેમજ પોએટ્રી રેસિટેશન કોમ્પીટીશનનું આયોજન થયું હતું જેમાં બહેનોએ ભાગ લઈ અને પોતાનામાં રહેલા કૌશલ્યને ખીલવવાની તક ઝડપી લીધી હતી. જેમાં ચાર્ટ મેકીંગ કોમ્પીટીશનમાં પ્રથમ વર્ષના પ્રથમ વિજેતા તરીકે  કુ. રેખા ઓડેદરા, દ્વિતિય વિજેતા તરીકે કુ. દૃષ્ટિ થાનકી અને તૃતીય વિજેતા તરીકે કુ. ટિશા થોભાણી રહ્યા હતા. દ્વિતિય વર્ષના પ્રથમ વિજેતા તરીકે કુ. ડિમ્પલ જોષી, દ્વિતિય વિજેતા તરીકે કુ. હાર્દિકા વાળા અને તૃતીય વિજેતા તરીકે કુ. નિષ્ઠા વાજા અને કુ. પૂજા ઓડેદરા રહેલા હતાં. તૃતીય વર્ષના પ્રથમ વિજેતા કુ. હેતલ ઓડેદરા, દ્વિતિય વિજેતા કુ. ધારા ચૌહાણ અને કુ. શ્રુતિબા રાયજાદા અને તૃતીય વિજેતા કુ. શીતલ કારાવદરા રહ્યા હતાં. સાથે સાથે પોએટ્રી રેસિટેશન કોમ્પીટીશનમાં પ્રથમ કુ. હિરલ સાદિયા અને રેખા ઓડેદરા, દ્વિતિય કુ. પારુલ શુક્લા અને તૃતીય કુ. ધારા ચૌહાણ અને કુ. મૈત્રેયી ખેર વિજેતા ઘોષિત થયેલ.


તારીખ ૨૨ના રોજ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ કમ્પ્યુટર ગ્રાફિક્સ નો ઉપયોગ કરીને ખૂબ સુંદર પ્રદર્શન કર્યું હતું. જેમાં પ્રથમ કુ. હિરલ સાદિયા અને કુ. ધારા ચૌહાણ, દ્વિતિય કુ. શ્રુતિ ડોડીયા અને તૃતીય કુ. પારુલ શુક્લા રહેલાં.


તારીખ ૨૩ના રોજ ઇંગ્લિશ લેન્ગવેજ ઍન્ડ લિટરેચર વિષય પર ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને એલેકઝાન્ડર એમ ચાર ટીમ રાખવામાં આવી હતી. જેમાં ટીમ એરિસ્ટોટલ પ્રથમ ક્રમાંકે અને ટીમ એલેકઝાન્ડર દ્વિતિય ક્રમાંકે વિજેતા ઘોષિત થયા હતાં.


તારીખ ૨૪ના રોજ 'માય ફેવરિટ ઓથર' કોમ્પીટીશનનું આયોજન થયું હતું જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ અને શેકસપિયર, મિલ્ટન, વેદવ્યાસ, સલમાન રશદી વગેરે જેવા લેખકો વિશે વક્તવ્ય આપ્યું હતું. જેમાં પ્રથમ કુ. હિરલ સાદીયા, દ્વિતિય કુ. પારુલ શુક્લા તેમજ કુ. મૈત્રેયી ખેર અને તૃતીય કુ. રેખા ઓડેદરા વિજેતા જાહેર થયેલા.


કાર્યક્રમનો અંતિમ દિવસ એટલે કે તારીખ ૨૫ વેલીડીકટરી સેશન તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ચીફ ગેસ્ટ તરીકે ડૉ. અનુપમ નાગર સાહેબ તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉ. હરિનબેન હાજર રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કુ. અદિતી દવેએ સૌનું સ્વાગત કર્યું હતું.  જેમાં સૌ પ્રથમ અંગ્રેજી વિભાગમાં થતી અલગ અલગ પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા રચેલા ચિત્રો તેમજ કવિતાઓ સાથેનું ‘ધ ગ્રાફિટી' નામનું મેગેઝિન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓએ સમૂહ ગીત રજૂ કર્યું હતું, તુતિય વર્ષની વિદ્યાર્થીનીઓ કુ. શ્રુતિ ડોડીયા તેમજ કુ. મૈત્રી થાનકી એ પોતાની શૈલીમાં વક્તવ્ય આપ્યા હતાં. પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓએ સમૂહ નૃત્ય પણ કર્યું હતું. કાર્યક્રમની કલગી સમાન નાટ્ય પ્રસ્તુતિ 'જુલિયસ સિઝર' તૃતીય વર્ષની વિદ્યાર્થીનીઓ દ્વારા થયેલી જેનું સંપૂર્ણ દિગ્દર્શન નાટ્ય ગુરુ શ્રી ચેતનભાઈ દવેએ બખૂબી કર્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ. અનુપમ નાગર સાહેબે સૌને આશીર્વચન આપ્યા હતાં અને પ્રેરણા પૂરી પાડી હતી. ડો. હરિન મજીઠીયા મેડમે પણ સૌને પ્રેરણાદાયી ઉદબોધનથી પ્રેરિત કર્યા હતા તેઓના લિખિત અંગ્રેજી, હિન્દી તેમજ ગુજરાતી ભાષાના પુસ્તકોનું પ્રદર્શન પણ અત્રે યોજાયું હતું. અંતે અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડૉ. કેતકીબેન પંડ્યાએ સૌનો આભાર પ્રગટ કર્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન કુ. અદિતી દવેએ કર્યું હતું.


આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓ અંગ્રેજી ભાષા તેમજ સાહિત્યને જાણે, સમજે અને પોતાનો વિકાસ કરે તે માટેનો હતો. સમગ્ર ફેકલ્ટી મેમ્બર્સ તેમજ વિદ્યાર્થીનીઓએ આ સાપ્તાહિક કાર્યક્રમને સફળ બનાવવા માટેની સમગ્ર જહેમત ઉઠાવી હતી.