Chaitar Vasava news:  ઇન્ડિયા ગંઠબંધન ઉપર ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીનાચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય તો અલગ અલગ ચૂટણી લડીશું. હાલ આમ આદમી પાર્ટી સંગઠન મજબુત કરી રહ્યું છે.


આ પહેલા આજે ચૈતર વસાવા પુનિયાવાંટ મોડેલ સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરકારે કરેલી શિક્ષકો અને સ્ટાફની ભરતી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમમે કહ્યું કે, હિન્દી ભાષી શિક્ષકો અને સ્ટાફ કેવી રીતે અમારા આદિવાસી બાળકોને ભણાવશે. જેને લઈ શિક્ષકો અને ચૈતર વસાવા વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. ચૈતર વસાવાએ શિક્ષકોને ગુજરાતી ચોપડી વાચવા કહ્યું હતું. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઉચ્ચ પગારધોરણે કાયમી શિક્ષકોની ભરતી કરી છે. આદિજાતિ વિભાગની શાળા સંકુલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.


2022માં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી. તેમણે ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને હાર આપી હતી. ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે. ચૈતર વસાવા ખેતીવાડી અને મહેનત-મજૂરી કરીને ભણ્યા છે. બાદમાં ગ્રેજ્યુએટ પૂરું કર્યું. ત્યાર બાદ થોડો સમય ગ્રામસેવક તરીકે સરકારી નોકરી કરી પછી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. તેઓ નોકરી કરતા હતો ત્યારે સાઈડમાં એક ઓફિસ પણ ચાલુ હતી, જ્યાં લોકો માટે મફત સેવા કરતા હતા. લોકો અમારી પાસે યોજનાના કે કોઈ ફોર્મ ભરાવવા આવતા અને કહેતા કે તમે ફોર્મ ભરીને આપો છો તો અમારાં કામ થઈ જાય છે. તો તમે રાજકારણમાં આવોને? તમારા જેવા લોકોની ત્યાં જરૂર છે, પણ મારી આર્થિક સ્થિતિ ખરાબ હતી તો મૂંઝવણ હતી કે નોકરી કેમ છોડવી? પરિવારજનો પણ કહેતા કે મુશ્કેલીથી નોકરી મળી છે તો પછી ઘર કેમ ચાલશે? જોકે એક સપ્તાહ સુધી વિચાર કર્યા બાદ અંતે નોકરી છોડવાનું નક્કી કરી જાહેર જીવનમાં આવ્યા હતા.