Chaitar Vasava : AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ થયા હાજર, હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટ્યા
Chaitar Vasava Live: નોંધનીય છે કે એક મહિના અગાઉ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૈતર વસાવા ભૂતર્ભમાં ઉતરી ગયા હતા.
gujarati.abplive.com Last Updated: 14 Dec 2023 01:05 PM
બ્રેકગ્રાઉન્ડ
Chaitar Vasava Live: AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના...More
Chaitar Vasava Live: AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર છે. આ કેસમાં હાઇકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી હતી.નોંધનીય છે કે એક મહિના અગાઉ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચૈતર વસાવા ભૂતર્ભમાં ઉતરી ગયા છે. ચૈતર વસાવા વિરુદ્ધના કેસને તેમની પત્નીએ પાયાવિહોણો ગણાવ્યો હતો. ચૈતર વસાવા પર હવામાં ફાયરિંગનો પણ કેસ નોંધાયો છે. ચૈતર વસાવાની પત્ની અને PA પર પણ ગુનો નોંધાયો હતો.ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.પોલીસ સ્ટેશનમાં હાજર થતા અગાઉ પહેલા ચૈતર વસાવાએ આવનારા દિવસોમાં મોટા આંદોલનની જાહેરાત કરી હતી. સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠાવતા હોવાથી હેરાન કરાઇ રહ્યો હોવાનો પણ વસાવાએ આરોપ લગાવ્યો હતો. ચૈતર વસાવા હાજર થવાની શક્યતાને લઈને પોલીસ સતર્ક થઇ ગઇ છે. ડેડીયાપાડામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડેડીયાપાડાને જોડતા રસ્તાઓ પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ચૈતર વસાવાના જન સંપર્ક કાર્યાલયે પણ સમર્થકો ઉમટ્યા હતા. ચૈતરના કાર્યાલય પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચૈતર વસાવાને રાજપીપળા ખાતે લઈ જવામાં આવ્યા
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ચૈતર વસાવાને રાજપીપળા ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે