બનાસકાંઠા: પાલનપુરમાં અર્બુદા શક્તિપીઠ ખાતે ચૌધરી સમાજનો મહોત્સવ યોજાનાર છે. આગામી ફેબ્રુઆરીમાં ત્રણ દિવસીય મહોત્સવને લઈને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ આ તમામ પ્રાંતોના ચૌધરી સમાજના લોકો પાલનપુર દર્શનાર્થે આવશે. ત્યારે યોજનારા મહોત્સવને લઈને અત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે.


લોકો અર્બુદા શક્તિપીઠ ખાતે આવશે


ફેબ્રુઆરી માસની ત્રણ ચાર અને પાંચ તારીખે પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે અર્બુદા મહોત્સવ યોજાશે. જેમાં અલગ અલગ પ્રાંતોમાંથી ચૌધરી સમાજના લોકો દર્શનાર્થે આવશે. અંદાજે 15 લાખ જેટલા લોકો આ મહોત્સવમાં ભાગ લેશે અને મા અર્બુદાના દર્શન કરશે. બનાસકાંઠા ચૌધરી સમાજ દ્વારા ગોળ અને ઝલા પ્રમાણે અર્બુદાનો રથ લઈને પદયાત્રા કરીને પાલનપુર અર્બુદા શક્તિપીઠ ખાતે આવે છે. ત્યારે પોતાના રથ સાથે બનાસકાંઠામાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો અર્બુદા શક્તિપીઠ ખાતે આવશે.


આ મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસ લોકો આવશે અને સાથે સાથે આ મહોત્સવમાં આવનાર તમામ પ્રાંતમાંથી લોકો  સુવ્યવસ્થિત રીતે દર્શન કરી શકે તે હેતુથી એક સંદેશ સાથે ચૌધરી સમાજના લોકો પોતાના રથ સાથે મોટા પ્રમાણમાં પદયાત્રા કરીને પાલનપુર શક્તિપીઠ અર્બુદાધામ ખાતે પહોંચે છે. મહોત્સવ માતાજીના સહસ્ત્ર 108 કુંડી યજ્ઞની સાથે સાથે સમગ્ર દેશમાં ભાઈચારો સુખ શાંતિ બની રહે સમાજ વ્યસન મુક્ત થાય, સમાજની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય, કુરિવાજો દૂર થાય, તે ઉદ્દેશથી માતાજીના આ યજ્ઞનું આયોજન કરાયું છે.


આગામી 1 થી 5 ફેબ્રુઆરીએ અલગ અલગ કાર્યક્રમો યોજાશે  


 આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દરેક ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.


ત્રી દિવસીય રજત જયંતિ મહોત્સવમાં સમગ્ર દેશમાંથી 10 લાખ જેટલા લોકો હાજર રહેશે.


ત્રણ ફેબ્રુઆરી એ 50 હજાર લોકો સાથે 7 કિલો મીટરની ભવ્ય શોભાયાત્રા યોજાશે.


 4 ફેબ્રુઆરી મહા આરતીમાં 51 હજાર લોકો પાલનપુરમાં જોડાશે.


 4 ફેબ્રુઆરી ગામડાઓમાં 2 લાખ લોકો એક સાથે આરતી કરશે.


ત્રી દિવસીય યજ્ઞમાં 500 બ્રાહ્મણો એક સાથે જોડાશે.


સુરતમાં લોહિયાળ બની ઉત્તરાયણ, મામાના ઘરે આવેલા યુવકનું પતંગની દોરી વાગતા મોત


Uttarayan Festival 2023: સુરતના કામરેજમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે. ગત સાંજના સમયે કામરેજ ચાર રસ્તા પાસે યુવકના ગળામાં દોરી વાગી હતી. જે બાદ ગંભીર ઇજા થતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતક યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હતો અને નનસાડ ગામ મામાને ત્યાં આવ્યો હતો. નનસાડ ગામથી કામરેજ ચાર રસ્તા પાસે બાઈક પર ચક્કર મારવા નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ રાઠોડ સંજય કરશન ભાઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેની ઉંમર 32 વર્ષની હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. કામરેજ તાલુકામાં ૧૪ દિવસમાં કાતિલ દોરીના કારણે બે લોકોના મોત થયા છે.