Bodeli, Chhota Udepur : છોટા ઉદેપુરમાં સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ (HEAVY RAIN)થી તારાજી સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી (BODELI) તાલુકામાં પડ્યો છે. આજે 10 જુલાઈએ બપોરે 4 વાગ્યા સુધીમાં બોડેલીમાં 16 ઈંચ જેટલો વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે બોડેલી (RAIN IN BODELI)માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાયી રહ્યું છે. સવત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અમુક વિસ્તારમાં આખા ઘર ડૂબી ગયા છે. તો આ પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી પણ પુરજોશમાં ચાલુ છે. વહીવટી તંત્ર અને ફાયર વિભાગના જવાનો ખડેપગે છે.
ફાયર જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ
બોડેલી (BODELI) ના દીવાન ફળિયા, વર્ધમાન સોસાયટી, રજા નગર વિસ્તારમાં આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં અનેક લોકો પાણીમાં ફસાયા છે. આ લોકોને બચાવવા માટે NDRF અને ફાયરના જવાનો દેવદૂત બનીને આવ્યા છે. ધોધમાર વરસાદ વચ્ચે NDRF અને ફાયરના જવાનોએ આ વિસ્તારમાંથી 40 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા છે. જુઓ ફાયર જવાનો દ્વારા કરવામાં આવેલું આ દિલધડક રેક્સ્યુ -
બોડેલીમાં આભ ફાટ્યું - 16 ઇંચ વરસાદ પડ્યો
બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. છેલ્લા ચાર કલાકમાં જ 12 ઈંચ સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 16 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો. બોડેલીના ગોલા ગામડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામ તરફ જવાના રસ્તા પર અનેક વાહનો ફસાઈ ગયા છે. કેટલાય વાહનચાલકોએ પાણી વચ્ચેથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન બંધ થઈ ગયા છે.
આ તરફ સંખેડા તરફના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતાં. બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદથી અકોટાદર ગામ, ખીમલીયા, મોતીપુરા ગામ, ગોપાલપુરા, મંગલભારતી અને ગોલા ગામડીના રોડ- રસ્તા જળમગ્ન થયા.