Chhotaudepur: છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની કારને અકસ્માત નડ્યો છે. રંગલી ચોકડી પાસે અચાનક નીલ ગાય કાર સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રદેશ યુવા મોરચાના ઉપ પ્રમુખ કારમાં સવાર હતા.
સદનસીબે ચાલક સહિત સાંસદ અને યુવા નેતા મુકેશ રાઠવાનો આબાદ બચાવ થયો છે. ઈનોવા કારના આગળના ભાગે ભારે નુકશાન થયું છે. અકસ્માત બાદ પણ સાંસદ જન સંપર્ક અભિયાન માટે હાલોલ પહોંચ્યા હતા.
આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાતમાં સામાન્ય રીતે 20 જૂને શરૂ થતું ચોમાસુ આ વખતે મોડું શરૂ થયુ છે. જેને લઇને આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.
આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળીહતી. ગુજરાતમાં આજથી વિધિવત રીતે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે.
ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 48 કલાકમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસવાનું અનુમાન છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે.
આ જિલ્લાઓમાં પડશે વરસાદ
અમરેલી જિલ્લામાં વરસાદ
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે. અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીથી સાવરકુંડલા વચ્ચે મેઘમહેર થઈ છે. ગોખરવાળા, લાપાળીયા, ચક્કરગઢમાં વરસાદ વરસ્યો છે. દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર અને વડિયા શહેરમાં પણ વરસાદ વરસ્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial