વડોદરા: શહેરના તરસાલી બ્રીજ પાસેના રાધે ગેસ્ટહાઉસમાં મુસ્લિમ યુવક ડુપ્લિકેટ આધારકાર્ડના આધારે હિન્દુ યુવતી સાથે રોકાયો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ મામલે યુવતીએ યુવક સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ દાખલ કરી છે. 


વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વડોદરાના મારેઠા ગામમાં રહેતો વિધર્મી યુવક ઈરફાન રફીકભાઈ દિવાન યુવતી પર ખરાબ નજર રાખી મિત્રતા રાખવા દબાણ કરીને સમાજમાં બદનામ કરવાની અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને યુવતીનો જબરદસ્તીથી હાથ પકડ્યો હતો. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


વાઇરલ વીડિયોમાં વિધર્મી યુવાન ઇરફાન દિવાને જણાવ્યું હતું કે, મારુ દિવાન ઇરફાન છે,હું મારેઠામાં રહું છું.હું મારા મિત્ર હિતેશ ઠાકોરના ફેક આઇથી 3 વખત હોટલમાં ગયો હતો.  3 દિવસ પહેલા જ વડોદરાના તરસાલી બ્રીજ પાસે આવેલા રાધે ગેસ્ટહાઉસમાં બજરંગ દળના કાર્યકરોએ એક વિધર્મી યુવક સાથે એક હિન્દુ યુવતીને ઝડપી પાડી હતી.જો કે,યુવતી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવવા તૈયાર ન થતા મામલો રફેદફે કરાયો હતો. 


બજરંગદળના કાર્યકર્તાઓને જાણકારી મળી હતી કે,એક વિધર્મી યુવક ઈરફાન દીવાન અવાર-નવાર પોતાની ઓળખ બદલીને હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી છે. જેથી બજરંગ દળના કાર્યકરોએ ગુરુવારે મોડી રાત્રે તરસાલીમાં આવેલી હોટલમાંથી ઈરફાન દીવાનને ઝડપી પાડ્યો હતો.તે પોતાના મિત્ર હિતેશ ઠાકોરના ઓળખપત્રના આધારે હોટલમાં રૂમ લેતો હતો.આ બાબતે બંજરગ દળે ઈરફાનને પાઠ ભણાવ્યો હતો.આ અંગે જણાવતા યુવતીએ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી બજરંગ દળના કાર્યકર્તાઓએ યુવતીનું કાઉન્સેલિંગની કામગીરી હાથ ધરી હતી.કાર્યકર્તા તપાસ કરી છે કે,ઈરફાને કેટલી હિન્દુ યુવતીને ફસાવી છે અને કેટલા સમયથી તે પોતાના મિત્રના ઓળખ પત્ર પર હોટલમાં રૂમ લઈ રહ્યો હતો.


મકરપુરા પોલીસે આ બાબતે ખરાઈ કરતાં બેદરકારી દાખવનાર હોટલ મેનેજર,બોગસ આધારકાર્ડ રજૂ કરનાર મુસ્લિમ યુવક અને આધાર કાર્ડ ઉપયોગ માટે આપનાર હિન્દુ યુવક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.પોલીસે રાધે ગેસ્ટ હાઉસ હોટલના મેનેજર દિનેશકુમાર ભેરારામ ચૌધરી (રે. હોટલ રાધે ગેસ્ટ હાઉસ, તરસાલી બ્રિજ /મૂળ રહે- રાજસ્થાન)ની વાઇરલ વીડિયો બાબતે પૂછપરછ કરી રજીસ્ટર ચેક કરતા તેમાં હિતેનકુમાર જશુભાઈ ઠાકોરની નોંધણી હોવાનું જણાવ્યું હતું પરંતુ,હકીકતમાં વ્યક્તિનું નામ ઈરફાન રફીકભાઈ દિવાન હોવાનું બહાર આવ્યું હતું. આધારકાર્ડમાં હિતેનકુમાર ઠાકોર હોય અને ઉપયોગ કરનાર ઈરફાન દીવાન હોય ખરાઈ કર્યા વગર હોટલમાં પ્રવેશ આપતાં પોલીસે જાહેરનામા ભંગ બદલ મેનેજર દિનેશકુમાર ચૌધરી રૂમ ભાડે રાખનાર ઇરફાન દિવાન અને આધારકાર્ડ ઉપયોગ કરવા માટે આપનાર હિતેનકુમાર ઠાકોર વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.