ગુજરાત સરકાર તબક્કાવાર લૉકડાઉન હળવું કરવાની તેની અત્યારની નીતિને વળગી રહેશે તેવી સ્પષ્ટ રજૂઆત રૂપાણીએ નરેન્દ્ર મોદી સાથેની વિડીયો કોન્ફરન્સિંગ બેઠકમાં કરી હતી. રૂપાણીએ કહ્યું કે, લૉકડાઉન એકાએક ઊઠાવી લેવાય તો તેવા સંજોગોમાં કોરોનાવાટરસનો ચેપ અત્યાર સુધી ન ફેલાયો હોય તેવા નવા વિસ્તારમાં પણ ફેલાઈ જવાનો ખતરો હોવાથી એકદમ લોકડાઉન નહીં હટાવાય અને તબક્કાવાર રીતે લોકડાઉન હટાવાશે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના રેડ ઝોન વિસ્તાર સંપૂર્ણ સલામત નહી થાય ત્યાં સુધી લોક ડાઉન હટાવાશે નહીં.
મુખ્યમંત્રીએ કરેલી રજૂઆત અંગે વાતચીત કરતાં તેમના સેક્રેટરી અશ્વિન કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા વિસ્તારમાં તબક્કાવાર છૂટક દુકાનો ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે પણ રેડઝોનમાં આવેલા ગુજરાતના વિસ્તારોમાં 3 મે પછી પણ લોકડાઉન ચાલુ રહેશે. સમગ્ર ગુજરાતમાંથી એક ઝાટકે લૉકડાઉન ઊઠી જવાની સંભાવના છે જ નહીં.