ગાંધીનગર: રાજ્યમાં વકરતા કોરોના સંક્રમણ (Coronavirus)વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay ruapni)એ વધુ એકવાર લોકડાઉન(Lockdown)ને લઈ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એબીપી નેટવર્કની એબીપી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે.  જરૂરિયાત મુજબ વેપારીઓએ સ્વયંભૂ કામકાજના સમય નક્કી કરી રહ્યા છે. 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ગામડાઓમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે. રાજ્યમાં હવે કોરોના સંક્રમણના કેસ 6 હજારને પાર પહોંચી ગયા છે. 

રાજ્યમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધુ રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા અને  કોરોનાની ચેઈન તોડવા 15 દિવસ માટે લોકડાઉન જરૂરી હોય તેવું નિવેદન  AMAના પ્રમુખે આપ્યું હતું. 

મહારાષ્ટ્ર લાગી શકે છે લોકડાઉન

ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી અસલમ શેખે (Aslam Shaikh) એબીપી ન્યૂઝને જણાવ્યું કે, “મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈ આજે સાંજે ફેંસલો થઈ શકે છે. અમે કડકાઈ વધારી છે પરંતુ અફડાતફડી ન મચે તે વાતનું અમે ધ્યાન રાખ્યું છે. કોરોનાની ચેનને (Coronavirus Chain) તોડવા અંગે આજે સાંજે કોઈ મોટો ફેંસલો લેવામાં આવી શકે છે.”

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

 

સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.

 

ગુજરાતમાં છેલ્લા 12  દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

12 એપ્રિલ

6021

55

11 એપ્રિલ

5469

54

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

45,872

336