છોટાઉદેપુરઃ રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ખેડા અને વડોદરા હવામાન વિભાગે રેડ અલર્ટ આપ્યું છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં પડશે. બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટુકડીઓ ફાળવવામાં આવી છે. તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની  સૂચના આપવામાં આવી છે.




આ દરમિયાન છોટાઉદેપુરમાં રાતના 12 થી સવારના 6 કલાક સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે આ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા હતા. મામલતદાર કચેરી બહાર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.



જ્યારે કવાંટ મામલતદાર કચેરી બહાર વીજ વિભાગની ડીપી પડી હતી. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.



કવાંટમાં સાંબેલાધાર વરસાદને લઈ હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. હેરણ નદીમાં પાણીની આવક થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી.

રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત

370થી પાકિસ્તાન આઘાતમાં, ભારત સાથે વેપાર બાદ એરસ્પેસ કરી બંધ, એરલાઇન્સે બદલ્યા રૂટ

આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ