અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 76 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.  91 વર્ષની વયે ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે.  તેમનો પાર્થિવ દેહ અંબાજી ખાતે 26મીથી 27મી તારીખ સુધી દર્શનાર્થે મુકવામાં આવશે. તેમજ 28મી તારીખે સમાધિ આપવામાં આવશે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. છેલ્લા 76 વર્ષથી તેઓ અન્ન-પાણી લેતા નહોતા. ભક્તોને માતાજીના અંતિમ દર્શન થઈ શકે તે માટે તેમનો નશ્વરદેહને બે દિવસ સુધી અંબાજીમાં મૂકાશે.