તાપીના સોનગઢના ડોસવાળા ગામે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું છે.  હિન્દુસ્તાન ઝીંક મિલને લઈને પર્યાવરણમાં નુકશાન ને લઈને સ્થાનિકોનો વિરોધ વધી રહ્યો હતો, આજે જીપીસીબીની જાહેર સુનાવણી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લોકો આક્રોશને પગલે સુનાવણી સ્થગિત કરાઈ હતી પરંતુ લોકોએ નેશનલ હાઇવે જામ કરી દેતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.


ડોસવાળાના લોકોએ હાઈવે રોડ બ્લોક કરી દીધો હતો.  પોલીસે તેમને અટકાવતા ઘર્ષણ સર્જાયું છે.  ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સામે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. સાતથી વધુ પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે.  પથ્થરમારામાં પોલીસના વાહનોને મોટુ નુકસાન થયું છે. 


તાપીમાં થયેલા તોફાનના લઈ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે, જાહેર સુનાવણીમાં લોકો 
મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તે સમયે ઘર્ષણ થયું હતું. પણ હાલ સ્થિતિ સામાન્ય છે.