રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નહિવત છે.   બે દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 અને 9 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા હજુ સુધી વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી પરતું રાજ્યના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.



રાજ્યમાં 9 જૂલાઈથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે તેવું જણાવ્યું છે. જ્યારે 9 થી 15 જૂલાઈ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ વરસશે.  આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


રાજ્યમાં આ વખતે જોઈએ તેવો વરસાદ  વરસ્યો નથી જ્યારે રાજ્યમાં 29 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 140.1 MM જેટલો વરસાદ વરસી જવો જોઈતો હતો પરતું સિઝનનો 101 ટકા વરસાદ પડ્યો છે. તથા ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ વરસાદ ઓછો પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


રાજ્યમાં સારો વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ નથી જેને લઈ રાજ્યમાં ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 


ખેડૂત પરિવારોએ રાત-દિવસ એક કરીને વાવેતર કરી દીધુ છે અને મોંઘાદાટ બિયારણો, ખાતર તથા જંતુનાશક દવાઓનો ખર્ચો પણ કર્યો છે. પરંતુ વાવેતર બાદ વરસાદ પડ્યો નહીં. જેના કારણે વાવેતર કરેલા પાક હાલ વરસાદના અભાવે સુકાઈ રહ્યો છે. અને જો વરસાદ દસેક દિવસ ખેંચાશે તો મુરઝાતો પાક સંપૂર્ણ નાશ થઈ જશે. મહત્વનું છે રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ  છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે.



જો આ ઠ દિવસ સુધી વરસાદ નહીં પડે તો કપાસ, મગફળી, ઘાસચારો, બાજરી, જુવાર, તલ, સોયાબીન વગેરે પાકને નુકસાનની ભીતિ છે.


રાજકોટ, જૂનાગઢ, સુરેંદ્રનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગાંધીનગર સહિતના જિલ્લામાં ખેડૂતોએ શરૂઆતમાં સારા વરસાદને પગલે વાવતેર તો કરી દીધું.પણ હવે જો વરસાદ નહીં આવે તો નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.