Pak India Attack: હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક અઘોષિત યુદ્ધની સ્થિતિ છે. ઉલ્લેખનિય છે કે, 8મેના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. કચ્છના ભૂજમાં પણ ર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.આ સ્થિતિને જોતા સીમા પરના જિલ્લામાં હુમલાથી શક્યતાને નકારી ન શકાય. આ સ્થિતિને જોતા અને સુરક્ષાની સમીક્ષા કરવા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.જેમાં અધિકારીઓ અને મંત્રી રહ્યાં  હતા. બેઠક બાદ રાજ્ય ગૃહમંત્રીએ મીડિયા સક્ષમ બ્રીફીંગ કરતા જાણાવ્યું કે, “તમામ વિભાગના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. તમામ વિભાગ પાસેથી CMએ   માહિતી મેળવી હતી. સરહદી જિલ્લાના પ્રશાસનને ખૂબ સારી તૈયારીઓ કરી છે, અફવાઓથી દોરાઇને પેનિકથી બચવું અને પ્રસાશન જે પણ માહિતી આપે તેનું પાલન કરો”

પાકિસ્તાન તરફથી સીમા પરના  રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિને જોતા રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ આ આપવામાં આવ્યું ચે.  જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. જો કે સવારમાં ફરી લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી.

3 રાજ્યોના મુખ્યમંત્રીઓની જે-તે રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગુજરાત સહિત  પંજાબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ભૂપેન્દ્ર પટેલની હર્ષ સંઘવી અને ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ક બેઠક કરી હતી. . પંજાબના મુખ્યમંત્રી માને બેઠક બાદ મંત્રીઓને કર્યા સર્તક અને પંજાબના 10 સરહદી જિલ્લામાં માન કેબિનેટની મંત્રીઓ તુરંત પહોંચવા આદેશ કર્યો છે.  યુદ્ધની સ્થિતિને જોતા સંગ્રહખોરી પણ વધે છે તો મોહાલીમાં સંગ્રહખોરી પર પ્રતિબંધ મુકાયો છે. મોહાલીમાં ખાદ્ય પદાર્થો, આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ પર પ્રતિબંધ મૂકાયો છે.

ગુજરાતના સરહદી વિસ્તારોમાં હાઇ એલર્ટ અપાયું છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાતના ઔદ્યોગિક શહેર સુરતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  ગુરુવારે કચ્છના ભુજ વિસ્તારમાં સુરક્ષાને લઈને બ્લેકઆઉટ જેવી સ્થિતિ હતી. અરબી સમુદ્રને અડીને આવેલા સુરતમાં સ્થિત મુખ્ય ઔદ્યોગિક એકમો, રેલ્વે સ્ટેશન અને રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરક્ષા દળો સંપૂર્ણ સાવધાની રાખી રહ્યા છે. સુરક્ષાના કારણોસર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને વાવ વિસ્તારના સરહદી ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી સતત થતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓએ કોઈપણ સંભવિત ખતરાને ટાળવા માટે આ સાવચેતીભર્યું પગલા લઇ રહ્યાં છે.