Republic Day 2025: આજે ભારત દેશ પોતાનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આજે ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ દબદબાભેર તાપી જિલ્લામાં ઉજવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અહીં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યાપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યુ છે. હજારોની સંખ્યામાં દેશભક્તો ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા.
તાપી જિલ્લામાં આજે પ્રજાસત્તાક દિવસનો જબરદસ્ત રીતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો છે. રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજયપાલ તેમજ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યુ છે. પોલીસ વિભાગ દ્વારા પરેડ તથા મ્યૂઝિકલ બેન્ડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. એને લઇને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું હતું. ખાસ વાત છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
ખાસ વાત છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે', રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ