Gujarat Rain Update: ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં તારાજી સર્જાય છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘરોમાં પાણી ઘસી જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરિક્ષણ કર્યું છે. 


 



મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલા બચાવ રાહત કાર્યો,આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિગત જાણી હતી. આ ઉપરાંત આજે સીએમ ભુપેન્દ્ર પટેલ રિવ્યુ મિટિંગ પણ કરવાના છે.  સીએમ ભુપેન્દ્ર પટેલ રાજપીપલા શહેર અને નજીકના ગામોમાં  પુર વિસ્તારોનું નિરીક્ષણ કરવા રુર્બરું જશે અને ત્યાર બાદ તંત્ર સાથે બેઠક પણ કરશે.


નર્મદા જિલ્લા માં વરસાદે સર્જેલી તારાજીનો ચિતાર મેળવવા માટે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી ચિતાર મેળવ્યો હતો. નર્મદા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તેમજ રાજપીપલા શહેરમાં થયેલ નુકશાન બાબતે આજે નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ બેઠક કરી આખા જિલ્લામાં થયેલા નુકશાનનો ચિતાર મેળવ્યો હતો. જે વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ હતી તે વિસ્તારમાં થયેલા નુકશાનમાં પીડિતોને કેસ ડોલ આપવાની પણ વાત મંત્રીએ બેઠકમાં કરી હતી.જે વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા છે તે ખેતરોનો વહેલી ટકે સર્વે કરાવીને સહાય મળે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આજે પણ ડેડીયાપાડા અને સાગબારાના 12 થી 15 ગામોને વધુ નુકશાન થયું છે. જેમાં ગારદા, ખામ, ભૂતબેડા,મંડાનાં, ખાબજી, તાબદા, મોવી, મોઝદા, તરાવ નદી, ડુમખલ ગામ, દેવનદી જેવા ગામોનો સમાવેશ થાય છે.


ગુજરાતમાં આકાશી આફતે તબાહી મચાવી


ગુજરાતમાં આકાશી આફતે તબાહી મચાવી છે. આગામી 4 દિવસ ગુજરાત માટે ભારે પડશે. પ્રલયની સામે બધું જ થંભી ગયું છે. જામનગર, કચ્છ, મોરબી, નર્મદા, નવસારી, સુરત ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં એકસરખી સ્થિતિ છે. સર્વત્ર ભારે વરસાદને કારણે સર્વત્ર અફડાતફડી જેવો માહોલ સર્જાયો છે. ક્યાંક પૂર ગામના ગામો ડુબાડી રહ્યું છે તો ક્યાંક લોકો પૂરની વચ્ચે ફસાયા છે. ગુજરાતના તાપીનો ડોસવાડા ડેમ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થવા લાગ્યો છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે પાણીનો જોરદાર પ્રવાહ ડરામણો થવા લાગ્યો છે. ડેમના પાણીથી આજુબાજુના ગામો ડૂબવા લાગ્યા છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આથી વહીવટીતંત્રે આજુબાજુના 12 ગામોના પાણી ભરવાની ધમકી આપી છે.