મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં 235 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને મુર્હૂત કર્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર સજ્જ હોવાનું જણાવ્યું છે. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રસીકરણ વધુ થાય તેવા સરકારના પ્રયત્નો છે. દરરોજ ત્રણ લાખ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. સાથે જ રાજકોટમાં એઈમ્સ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે એઈમ્સનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને એઈમ્સને જોડતા ખંઢેરી સ્ટેશનને પણ વિકસાવવામાં આવશે. દેશના નક્શામાં ખંઢેરી રેલવે સ્ટેશનને સ્થાન મળશે. એઈમ્સ હોસ્પિટલે દર્દીઓને પહોંચવા માટે ખંઢેરી રેલવે સ્ટેશનનું મહત્વ રહેશે.


ગુજરાતમાં કોરોના કેસ


નોંધનીય છે કે, રાજ્યમાં ગઈકાલે એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 848 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 12   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.58  ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18008 પર પહોંચ્યો છે. જેમાંથી 371 દર્દી વેન્ટિલેટર પર અને 17637 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.58 ટકા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોર્પોરેશનમાં 126, વડોદરા કોર્પોરેશન 126, સુરત કોર્પોરેશન 91, વડોદરા 65, સુરત 50, જૂનાગઢ 45, ગીર સોમનાથ 39, રાજકોટ કોર્પોરેશન 27, રાજકોટ 22, જામનગર કોર્પોરેશન 20, પંચમહાલ 18, સાબરકાંઠા 17, દેવભૂમિ દ્વારકા 16, નવસારી 15, ખેડા 14, વલસાડ 14, પોરબંદર 13, ભરુચ 12, કચ્છ 12, મહેસાણા 12, જામનગર 11, જૂનાગઢ કોર્પોરેશન 11, આણંદ 10, અમદાવાદ 8, પાટણ 8, બનાસકાંઠા 7, ભાવનગર કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 7, અમરેલી 6, ભાવનગર 5, મહીસાગર 5, ગાંધીનગર 4, દાહોદ 2, તાપી 2 અને મોરબીમાં  1 કેસ સાથે કુલ 848 કેસ નોંધાયા છે.


ક્યાં કેટલા મોત ?


અમદાવાદ કોર્પોરેશનમાં 3,  વડોદરા કોર્પોરેશન 1,  સુરત કોર્પોરેશન 1,  સુરત 1, ગીર સોમનાથ 1, જામનગર 1,  બનાસકાંઠા 1,ભાવનગર 1,  ગાંધીનગર 1, અને અરવલ્લીમાં  1  મોત સાથે કુલ 12 મોત થયા છે.


રાજ્યમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,26,335 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.58 ટકા છે. રોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.