ગાંધીનગરઃ ધીમે ધીમે ભારતમાં વકરી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા હવે મોદી સરકારે જનતા કર્ફ્યૂ કરવાની અપીલ કરી છે. કોરોનાને પગલે હવે સીએમ રૂપાણીએ ગુજરાતમાં પીએમ મોદીની જનતા કર્ફ્યૂની અપીલને અમલી બનાવવા લોકોને વિનંતી કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે 22 માર્ચે સમગ્ર ગુજરાતને બંધ રાખવા આદેશ આપ્યો છે, જનતા કર્ફ્યૂને લઇને રૂપાણી સરકારે ગુજરાતમાં એસટી બસ બંધ રાખવા આદેશ આપ્યો છે.



આ ઉપરાંત ગુજરાતના તમામ શહેરોની સીટીબસ, બીઆરટીએસ સહિતની સેવાઓ પણ બંધ રાખવા આદેશ છે. લોકોની અવરજવર પણ બંધ કરવા કહેવાયુ છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએએ જાહેરાત કરી છે કે 22 માર્ચે રવિવારે 'જનતા કર્ફ્યૂ' લગાવો, સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક પોતપોતાના ઘરે રહે, કોઇ બહાર ના નીકળે. સાંજે 5 વાગે સાયરન વગાડવામાં આવશે.