મહીસાગરઃ વિશ્વની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને કારણે સરકાર પણ સક્રિય થઈને પગલા લઈ રહી છે. ત્યારે લોકો પણ સાવચેતી રાખતા બહાર જાવનું ટાળી રહ્યા છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાની વીરપુર ગ્રામ પંચાયતે એક નોટીસ જાહેર કરી છે.


વીરપુર ગ્રામ પંચાયતે નોટીસ જાહેર કરીને તેની હદમાં આવેલ તમામ લારી ગલ્લા કે જે પોતાની દુકાનમાં ઠંડાપીણા આઈસ્ક્રીમ તેમજ નોનવેજની વસ્તુના વેચાણ પર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ જો કોઈપણ દુકાનદાર આ નોટિસનું પાલન નહીં કરે તો ગ્રામ પંચાયત તેને 500 રૂપિયાનો દંડ કરશે.

નોંધનીય છે કે, આખી દુનિયા હાલ કોરોના વાયરસના ખતરા સામે ઝઝૂમી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસે પગ પેસારો કરી દીધો છે, પરિસ્થિતિ દિવસે દિવસે વધુ વિકટ બની રહી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશને આપેલ સંદેશમાં લોકોને 'જનતા કર્ફ્યૂ' કરવાની અપીલ કરી છે.

19 તારીખે રાત્રે પીએમ મોદીએ લોકોની સામે આવીને 22 માર્ચ ને રવિવારે 'જનતા કર્ફ્યૂ' કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ આ અપીલ લોકોને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કરી છે. હવે પીએમ મોદીની આ અપીલ પર ટીમ ઇન્ડિયાા કેપ્ટન વિરાટ કોહલીએ ખાસ પ્રતિક્રિયા આપીને પીએમની અપીલને સ્વીકારી છે, અને લોકોને સાથ સહકાર આપવા વિનંતી કરી છે.