જૂનાગઢઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં ફોનમાં કોરોનાની જાગૃતિ માટે કોલર ટ્યુન વગાડવામાં આવે છે. ત્યારે કોલર ટ્યુનને લઈને વિવાદ થયો છે. કોંગ્રેસે મુખ્યમંત્રીની કોલર ટ્યુન મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. મુખ્યમંત્રી રૂપાણી તેમજ ટેલિકોમ કંપની સામે પગલા ભરવાની માંગ કરી છે.

કોંગ્રેસે કોલર ટ્યુન મામલે સવાલો ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી કે ભાજપે ચૂંટણીપંચની મંજૂરી લીધી હતી કે નહીં, તેમ પૂછ્યું છે. પેટાચૂંટણી વખતે જ આવી કોલર ટ્યુનથી મતદારો પર અસર થતી હોવાની કોંગ્રેસની રજૂઆત છે. ત્યારે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દે જવાબ આપ્યો છે.



તેમણે જમાવ્યું હતું કે, ફોનમાં કોલર ટ્યુનમાં મારુ ક્યાંય નામ નથી. જનજાગૃતિ માટે મારો અવાજ છે, તો કોંગ્રેસને કેમ પેટમાં દુઃખે છે, તે સમજાતું નથી. તેમણે ડુંગળીના ભાવ માટે કેન્દ્ર સરકાર ચિંતિત હોવાનું પણ જણાવ્યું હતું.