પાકિસ્તાનમાં રહેલા હિંદુઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, “જે સમયે દેશમા ભાગલા થયા ત્યારે પાકિસ્તાનમાં અંદાજે 22 ટકા હિંદુ હતા. હવે દમન, બળાત્કાર અને શોષણને કારણે જનસંખ્યા ઘટી ગઈ છે. હવે ત્યાં માત્ર 3 ટકા હિંદુઓ રહી ગયા છે.”
આગળ તેમણે કહ્યું, “હવે પાકિસ્તામાં માત્ર 3 ટકા હિંદુ રહી ગયા છે. આ જ કારણ છે કે ત્યાંથી હિંદુ પલાયન કરવા માગે છે. આ કામમાં કોંગ્રેસે હિંદુઓ માટે સાથે ઉભું રહેવું જોઈતું હતું તેના બદલે તે વિરોધ કરી રહી છે.”
કોંગ્રેસ પર હુમલો
વિજય રૂપાણીએ કહ્યું કે, “મુસલમાનોની પાસે વસવાટ કરવા માટે 150 ઇસ્લામિક દેશ છે. હિંદુો માટે માત્ર એક દેશ છે, તે ભારત છે. જો તેઓ ભારત પરત ફરવા માગે છે તો સમસ્યા શું છે.”
કોંગ્રેસ પર હુમલો કરતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ નાગરિકતા કાયદાને લઈને મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ઈચ્છાઓનું સન્માન નથી કરી રહી.