ગાંધીનગરઃ રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના નવ શહેરમાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીથી નીચુ નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ત્રણ દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે. જ્યારે કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. શુક્રવારથી તાપમાન ચાર ડિગ્રી જેટલુ વધતા ઠંડીમાં આંશિક રાહત અનુભવાશે. રાજ્યમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો 6.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કેશોદમાં ઠંડીનો પારો આઠ ડિગ્રી પર પહોંચ્યો હતો.
અમરેલીમાં ઠંડીનો પારો 9.6 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ અને રાજકોટમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં 10.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી, પોરબંદરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસામાં 11.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, દીવમાં 11.8 ડિગ્રી, મહુવામાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. વેરાવળમાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, દમણમાં 13.4 ડિગ્રી, વલસાડમાં 13.5 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી અને દ્વારકામાં ઠંડીનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ રહેશે. અમદાવાદમાં બે દિવસ 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. ત્રણ દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. જેને લઈ દિવસે પણ કડકડતી ઠંડી રહેશે. તો ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે લોકો ઉપરાંત માલઢોરની તકેદારી રાખવા પણ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી. આવનારા 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે કૉલ્ડવેવની આગાહીના પગલે ગાઇડલાઇન પણ જાહેર કરી છે
Junagadh: મહંત રાજ ભારતી બાપુએ લમણે ગોળી મારી કર્યો આપઘાત, મહિલા સાથેનો વીડિયો થયો હતો વાયરલ
Junagadh: જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી છે. મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે.જો કે થોડા સમય પહેલા રાજ ભારતી બાપુનો પીણાના ગ્લાસ સાથેનો અને યુવતી સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. સાથે જ અન્ય કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા. મહંત સામે ચોંકાવનારા આરોપો પણ લાગ્યા હતા કે રાજભારતી બાપુ મુસ્લિમ છે.અને સાચું નામ હુજેફા હોવાનો પત્રમાં આરોપ લાગ્યો હતો. આજે વહેલી સવાલથી કથિત ઓડિયો વીડિયોને લઈ રાજ ભારતી બાપુ વિવાદમાં હતા. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે