ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં હજુ કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી હતી. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં ફરી બે દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે 2 દિવસ બાદ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ શીતલહેર રહેશે.
હવામાન વિભાગના અનુસાર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ શીતલહેર રહેશે. 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી વધશે. આજે રાજ્યના 14 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં 7 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ, ડીસા અને કેશોદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો હતો.
15,000 ફૂટની ઊંચાઇ પર માયનસ 40 ડિગ્રી તાપમાનમાં ITBPના જવાનોએ મનાવ્યો ગણતંત્ર દિવસ
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં 15000 ફૂટની ઊંચાઈએ શૂન્ય કરતા પણ ઓછા તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી, લદ્દાખમાં બરફના પહાડો પર જવાનોએ તિરંગો ફરકાવ્યો. આટલી કડકડતી ઠંડીમાં પણ દેશની સીમાની સુરક્ષા કરવા જવાનો કટિબદ્ધ છે.
જેનો એક વીડિયો સામે આવ્યો છે. દેશમાં દરેક જગ્યાએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશએ રાજપથ પર પોતાની રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે.
FIR Against Sundar Pichai: મુંબઈમાં Google ના CEO સુંદર પિચાઈ સામે નોંધાઈ FIR, જાણો શું છે મામલો
Ahmedabad : નરાધમ શિક્ષકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બે વર્ષ સુધી વિદ્યાર્થિની સાથે પરાણે માણ્યું શરીરસુખ ને લગ્નની વાત આવી તો...
ગુજરાતના ક્યા ઉચ્ચ પોલીસ અધિકારી હોટલમાં મહિલા પોલીસો સાથે કરતા હતા પાર્ટી ને ઝડપાઈ ગયા ? કોણ કોણ પકડાયું ?
Gautam Adani Become Richest Indian: ગૌતમ અદાણી બન્યા દેશના સૌથી ધનિક વ્યક્તિ, જાણો કેવી રીતે મુકેશ અંબાણીથી આગળ નીકળ્યા