અમરેલી: અમરેલીની રાજુલા પાલિકાના મહિલા પ્રમુખ સહિતના ચાર સભ્યને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં કૉંગ્રેસના ચાર સભ્યોને ગેરલાયક ઠેરવતા રાજકારણ ગરમાયું છે. રાજુલા પાલિકા પ્રમુખ કાંતાબેન ધાખડા, રમેશભાઈ કાતરિયા, સાબેરાબેન કુરેશી અને પુષ્પાબેન પરમારને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યના સચિવ અધિકારી દિલીપ રાવલે ગેરલાયક ઠેરવવા હુકમ કર્યો છે.


ગાંધીનગરથી સચિવે પક્ષાંતર ધારા તળે વધુ ચાર કોંગી સદસ્યોને સસ્પેન્ડ કર્યો છે. આ અગાઉ કોંગ્રેસના 14 સદસ્યો સસ્પેન્ડ થયા હતા. સસ્પેન્ડ થયેલા મહિલા પ્રમુખને મીડિયાના માધ્યમથી સસ્પેન્ડ થયાની જાણ થઈ હતી.