હાલ ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તેને ચુસ્ત પાલન કરવા માટે ગુજરાત પોલીસ તમામ પ્રયત્નો કરી રહી છે જોકે સાબરકાંઠા જિલ્લામાં મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી સહિતના આવશ્યક સેવાના અધિકારીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક કરતાં જિલ્લા કલેક્ટર દ્વારા સાબરકાંઠા જિલ્લાના એસપીને પત્ર લખ્યો છે.


સાબરકાંઠા જિલ્લામાં મામલતદાર, નાયબ મામલતદાર, તલાટી સહિતના આવશ્યક સેવાના અધિકારીઓ સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક કરતાં જિલ્લા કલેક્ટર દ્વારા સાબરકાંઠા જિલ્લાના એસપીને પત્ર લખ્યો છે. આ ઉપરાંત અધિક મુખ્ય સચિવને આ બાબતે ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે જેના કારણે સાબરકાંઠા જિલ્લામાં અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

જિલ્લા કલેક્ટરે પત્રમાં આઠ જેટલી ઘટનાઓના ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફરિયાદ કરાતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસ વડાના સુચનોનું પણ પાલન નહીં થતું હોવાનો પત્રમાં કલેક્ટરેરોષ વ્યક્ત કર્યો હતો.