vb-g ram g scheme details: કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગાર માટેની જૂની MGNREGA યોજનામાં ધરમૂળથી ફેરફાર કરી તેને નવા નામ અને માળખા સાથે લાગુ કરી છે. જોકે, આ નવા ફેરફારો સામે વિપક્ષ (Opposition) આક્રમક મૂડમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારની નવી નીતિ સામે બાંયો ચડાવી છે અને આગામી 8 જાન્યુઆરીથી રાજ્યભરમાં 'મનરેગા બચાવો કાર્યક્રમ' શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી યોજનામાં રોજગારીના દિવસો વધ્યા છે, પરંતુ ફંડિંગ પેટર્ન (Funding Pattern) બદલાતા વિવાદ સર્જાયો છે.

Continues below advertisement

કોંગ્રેસનો આક્રમક એક્શન પ્લાન: 50 દિવસનું આંદોલન

કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે ગુજરાત કોંગ્રેસે કમર કસી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા 8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધીના લાંબા આંદોલનનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શન (Protest) માં ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધીના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

Continues below advertisement

કોંગ્રેસના કાર્યક્રમની રૂપરેખા:

8 જાન્યુઆરી: પ્રદેશ સ્તરે બેઠક યોજીને રણનીતિ નક્કી કરાશે.

10 જાન્યુઆરી: તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

11 જાન્યુઆરી: દરેક જિલ્લા મથકે પ્રતિકાત્મક ઉપવાસ અને ધરણા યોજાશે.

12 થી 29 જાન્યુઆરી: ગ્રામ પંચાયત સ્તરે 'જનસંપર્ક અભિયાન' ચલાવવામાં આવશે.

30 જાન્યુઆરી: તમામ વોર્ડમાં શાંતિપૂર્ણ ધરણા.

31 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી: જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ.

16 થી 25 ફેબ્રુઆરી: રાજ્યના તમામ ઝોનમાં વિશાળ રેલી અને જનસભા યોજાશે.

શું છે નવી 'VB G RAM G' યોજના?

ડિસેમ્બર 2025 માં કેન્દ્ર સરકારે જૂના કાયદામાં ફેરફાર કરીને નવો કાયદો "વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)" (VB G RAM G) અમલમાં મૂક્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ 2047 સુધીમાં વિકસિત ભારત (Developed India) ના લક્ષ્યને હાંસલ કરવાનો છે. હવે જૂની MGNREGA યોજનાનું સ્થાન આ નવા એક્ટ દ્વારા લેવામાં આવ્યું છે.

રોજગારીના દિવસો વધ્યા: 100 થી 125 દિવસ

ગ્રામીણ શ્રમિકો માટે એક સારા સમાચાર એ છે કે નવી યોજના હેઠળ રોજગારીની ગેરંટી વધારવામાં આવી છે. અત્યાર સુધી એક નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજગારી મળતી હતી, જે વધારીને હવે 125 દિવસ (125 Days) કરવામાં આવી છે. આ ફેરફારથી ગ્રામીણ અર્થતંત્ર (Rural Economy) મજબૂત થશે અને શ્રમિકોની આવકમાં વધારો થશે તેવો સરકારનો દાવો છે.

વિવાદનું મૂળ: ખર્ચનો બોજ હવે રાજ્યો પર

નવી યોજનામાં સૌથી મોટો વિવાદ નાણાકીય જોગવાઈ (Financial Provision) ને લઈને છે. અગાઉની મનરેગા યોજનામાં મજૂરીનો 100% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવતી હતી. પરંતુ નવા VB G RAM G એક્ટ મુજબ, ગુજરાત જેવા સામાન્ય રાજ્યો માટે આ રેશિયો બદલીને 60:40 કરી દેવામાં આવ્યો છે.

એટલે કે, હવે વેતન અને મટિરિયલના કુલ ખર્ચના 40% (40 Percent) રાજ્ય સરકારે ભોગવવા પડશે.

માત્ર પૂર્વોત્તર અને પહાડી રાજ્યો માટે જ કેન્દ્ર 90% અને રાજ્ય 10% નો હિસ્સો આપશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આનાથી રાજ્ય સરકારો પર આર્થિક બોજ વધશે અને આખરે ગરીબોને નુકસાન થશે.