Gujarat Lok Sabha Election: કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અને રણનીતિ સહિત અનેક કમિટીઓની રચના કરી છે. ગુજરાત કોંગ્રેસના અનેક  નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. મુકુલ વાસનિક સ્ટ્રેટજી કમિટીના ચેયરમેન બન્યા છે.  કેમ્પેઈન કમિટીની કમાન સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. જગદીશ ઠાકોરને ઈલેક્શન મેનેજમેંટ કમિટીના ચેરમેન બનાવાયા છે.  


લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે  કેમ્પેઈન કમિટી, સ્ટ્રેટજી કમિટી, ઈલેક્શન મેનેજમેંટ કમિટી, પ્રચાર કમિટી, મીડિયા કો-ઓર્ડિનેશન અને કાનૂની સંકલન કમિટીની રચના કરી છે.






લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણીને લઈને પ્રચાર અને રણનીતિ સહિત અનેક કમિટીઓની રચના કરી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની દિકરી  મુમતાઝ પટેલને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ નેતૃત્વએ મુમતાઝ પટેલને પ્રચાર સમિતિમાં સામેલ કર્યા છે.


કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધાર્થભાઈ પટેલને ગુજરાત લોકસભા ચૂંટણી માટે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. આ સાથે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને પ્રચાર સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને પણ પ્રચાર સમિતિમાં સ્થાન મળ્યું છે. આ સિવાય મુકુલ વાસનિકને સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.  


આ તબક્કામાં યોજાશે મતદાન


દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.



  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. 

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.