અમદાવાદ: ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં નિરીક્ષક તરીકે કુલ પાંચ લોકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં દીપક બાબરીયા, સીજે ચાવડા, યુનુસ પટેલ, અલ્કાબેન પટેલ અને નિરંજન પટેલનું નિમણૂક કરવામાં આવી છે.


વડોદરા મહાનગરપાલિકામાં નિરીક્ષક તરીકે ગૌરવ પંડ્યા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલની નિમણૂક કરાઈ છે. જામનગરના નિરીક્ષક તરીકે રાજુ પરમાર, ખુરશીદ શેખ અને ચંદ્રીકાબેન ચુડાસમાની નિમણૂક કરાઈ છે.

રાજકોટના નિરીક્ષક તરીકે શૈલૈષ પરમાર, અમી યાજ્ઞિક અને નરેશ રાવલની નિમણૂક કરાઈ છે. સુરતમાં ગ્યાસુદ્દીન શેખ અને વીરજીભાઈ ઠુમ્મરની નિમણૂક કરાઈ છે. ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકાની નિમણૂક કરાઈ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પણ શરૂ કરી દીધી છે. અને પ્રદેશ અને જિલ્લા નિરિક્ષકો ઉમેદવારોને સાંભળશે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી પ્રક્રિયા ચાલશે.