Gujarat Assembly Election Result: વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે અરવલ્લી જિલ્લાની 3 બેઠકોના પરિણામ પણ જાહેર થઈ ગયા છે. અરવલ્લી જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. મોડાસા અને ભિલોડા બેઠક પર ભાજપ જીત્યું છે જ્યારે બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.


મોડાસા બેઠક પર ત્રિપાખિયા જંગની શક્યતાઓ પર જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. મોડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખુસિંહ પરમાર ને 98475 મત મળા હતા. ભાજપના સૌથી નજીકના હરીફ ઉમેદવાર અને સતત ત્રીજી વખત ચૂંટણી લડેલા કોંગ્રેસી ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોડને 63687 મત મળતા કોંગ્રેસને ભાજપે 34988ની લીડથી હાર આપી હતી.


ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates


ભિલોડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર પીસીબરંડાને 90396 મત મળ્યા હતા. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રૂપસી ભગોરાને 61628 મત મળ્યા હતા. જ્યારે પરિણામમાં ત્રીજા નંબરે રહેલા કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રભાઈ પારઘીને 42831 મત મળ્યા હતા. આમ ભિલોડા બેઠક પર ભાજપના ઉમેદવારે નજીકના હરીફ ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારને 28768 મતથી હાર આપી હતી.


ટિકિટોની જાહેરાત થયા બાદ સૌથી ચર્ચાસ્પદ બનેલી બાયડ બેઠક પર ત્રિપાખીયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ભારે કશમકશ જોવા મળી હતી. મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામમાં વિજેતા બનેલા અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાને 67078 મત મળ્યા હતા. તેઓના નજીકના હરીફ એવા ભાજપના ભીખીબેન પરમારને 61260 મત મળ્યા હતા, તો ત્રીજા નંબરે રહેલા મહેન્દ્રસિંહ વાઘેલાને 29874 મત મળ્યા હતા. આમ અપક્ષ ઉમેદવાર ધવસસિંહે ભીખીબેનને 5818 મતથી પરાજય આપ્યો હતો.


આ જિલ્લાની તમામ બેઠકો પર પહેલીવાર બીજેપીનો વિજય


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે જાહેર થયેલા પરિણામોમાં સરહદી કચ્છ જિલ્લામાં એક સાથે તમામ છ સીટ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. આ ઐતિહાસિક જીત સાથે જ કચ્છમાં વિકાસ અને મોદી ફેકટર સૌથી વધુ ચાલ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ વખત વિધાનસભાની છ એ છ બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. કચ્છ જિલ્લાના વિકાસનો મુદ્દો ઉપરાંત અંજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ જ ચૂંટણીનો સમગ્ર માહોલ બદલાઈ ગયો હોય તેમ કચ્છની તમામે તમામ છ બેઠકો પર ભગવો લહેરાયો છે.


આજે ગુરુવારે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8:00 વાગે શિયાળાની મોસમમાં મત ગણતરી શરૂ થતા જ શરૂઆતના ત્રણ કલાક સુધી કચ્છની છ બેઠકોમાંથી અબડાસા અને રાપરના પરિણામો જુદા જોયા હતા અને ચાર બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત થઈ ચૂકી હતી. જોકે જેમ જેમ એક પછી એક ઈવીએમ ખૂલતા ગયા તેમ તેમ પરિણામો સ્પષ્ટ થતા ગયા. કચ્છના સોળ લાખથી વધુ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી લીટ સાથે વિધાનસભાના દ્વારા પહોંચાડ્યા છે.