ગાંધીનગરઃ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર જામી ગયો છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે ત્યારે ચૂંટણ જીતવા કોંગ્રેસે વિવિધ સમાજના 80 આગેવાનોને જવાબદારી સોંપી છે. કોંગ્રેસે જ્ઞાતિ આધારિત પ્રચારની રણનીતિ અમલમાં મૂકતાં અલગ- અલગ સમાજના 80 આગેવાનો ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર કરશે.

કોંગ્રેસે જેમને જવાબદાજારી સોંપી છે તેમાં રાજ્યસભાના સાંસદ, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદ, હાલના ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ પૈકી ઠાકોર ક્ષત્રિય સમાજના 11 આગેવાનો, માલધારી સમાજના 9 આગેવાનોને જવાબદારી સોંપી છે. રાજપૂત ક્ષત્રિય સમાજના 10, એસસી સમાજના 10 આગેવાનોને પ્રચારની જવાબદારી સોંપી છે. બ્રાહ્મણ અને વાણિક સમાજના 15, પાટીદાર સમાજના 15 આગેવાનોને પ્રચારની જવાબદારી સોપાઈ છે. આ ઉપરાંત અન્ય સમાજના 10 આગેવાનોને પણ ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે.જે તે સમાજના આગેવાનો પોતાના સમાજના લોકોને કોંગ્રેસને મત આપવા વિનંતી કરશે.

કોંગ્રેસે જેમને જવાબદારી સોંપી છે તે આગેવાનોની સંપૂર્ણ યાદી નીટે પ્રમાણે છે.

ઠાકોર ક્ષત્રિય આગેવાન

ભરતસિંહ સોલંકીઅમિત ચાવડાજગદીશ ઠાકોરબળદેવજી ઠાકોરગેનીબેન ઠાકોરરાજેન્દ્રસિંહ ઠાકોરચંદનજી ઠાકોરભરતજી ઠાકોરમહેન્દ્રસિંહ બારૈયાબાબુજી ઠાકોરમાનસિંહ ઠાકોર

માલધારી સમાજના આગેવાન

અર્જુન મોઢવાડીયાસાગર રાયકાગોવા રબારીલાખા ભરવાડરઘુ દેસાઈલાલજી દેસાઈસંદીપ ભરવાડજીતુ રાયકાવિઠ્ઠલભાઇ રબારી

રાજપુત ક્ષત્રિય સમાજના આગેવાન

શક્તિસિંહ ગોહિલડો. સી જે ચાવડાજયરાજસિંહ પરમારરાજેન્દ્રસિંહ પરમારજસપાલસિંહ પઢીયારઇન્દ્રજીતસિંહનટવરસિંહ મહિડાનટુભા વાઘેલાપંકજસિંહ વાઘેલાઅમરસિંહ સોલંકી

એસસી સમાજના આગેવાનો

શૈલેષ પરમારરાજુભાઇ પરમારનૌશાદ સોલંકીતરુણભાઈ વાઘેલાજીગ્નેશ મેવાણીરામભાઈ પરમારમનીષ મકવાણારમેશ ચાવડામણીભાઈ વાઘેલાપ્રવીણ મૂછડીયા

બ્રહ્મ અને વણિક સમાજના આગેવાન

નરેશ રાવલચેતન રાવલનિશિથ વ્યાસગૌરાંગ પંડ્યારાજેશ જોશીમનીષ દોશીજગત શુકલામિહિર શાહનીતિન શાહનિમિશ શાહકૌશિક શાહદિપક બાબરીયાહેમાંગ રાવલહિમાંશુ વ્યાસપંકજ શાહ

પાટીદાર સમાજના આગેવાન

સિદ્ધાર્થ પટેલહાર્દિક પટેલવિરજી ઠુમરપરેશ ધાનાણીલલિત કગથરાલલિત વસોયાહર્ષદ રિબડીયાજસુભાઈ પટેલકિરીટ પટેલમહેશ પટેલહિમાંશુ પટેલમહેશભાઈબાલુભાઈ પટેલવંદના પટેલજીતુભાઇ પટેલ

અન્ય સમાજના આગેવાનો

હિંમતસિંહ પટેલદિનેશ શર્મારોહન ગુપ્તાવિનય તોમરરવિ ચૌધરીમાનાભાઈ મારવાડીરાજેશ બ્રહ્મભટ્ટશંભુભાઈ પ્રજાપતિમધુસુદન મિસ્ત્રી