Loksabha Election 2024:  લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.  




બનાસકાંઠા બેઠક પરથી  ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ મળી છે. બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળી છે.   


પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવીયા સામે લલિત વસોયા મેદાને ઉતરશે. આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે. લલિત વસોયા રાજકોટ જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખ છે. લલિત વસોયાની છાપ એક લડાયક નેતા તરીકેની છે.      


આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને આ યાદીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.


7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે આ પહેલા 8 માર્ચે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.પ્રથમ યાદી મુજબ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 


મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવારો


છિંદવાડા- નકુલનાથ
ભીંડ- ફૂલસિંહ બરૈયા
ટીકમગઢ- પંકજ અહિરવાર
સતના- સિદ્ધાર્થ કુશવાહા
ડાયરેક્ટ - કમલેશ્વર પટેલ
મંડલા - ઓમકાર સિંહ મરકામ
દેવાસ - રાજેન્દ્ર માલવિયા
એજ - રાધેશ્યામ મુવેલ
ખરગોન - પોરલાલ ખરતે
બેતુલ - રામુ ટેકમ 


ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી 



  • બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર

  • અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા

  • અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા

  • બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી

  • વલસાડથી અનંત પટેલ

  • પોરબંદરથી લલિત વસોયા

  • કચ્છથી-મિતેષ લાલણ 


 


ગુજરાતમાં ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકરોને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. વલસાડથી અનંત પટેલને ઉમેદવાર બનાવાયા છે. 


પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા


અગાઉ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી. 


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial