Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચુંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો પૂરી તાકાત કામે લગાડી પ્રચાર કરી રહ્યા છે ત્યારે સુરતમાંથી ૭૫ લાખની રોકડ રકમ મળવી અને કોંગ્રેસનું કનેક્શન ખૂલવાને કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાય દ્વારા મોરબીમાં પત્રકાર પરિષદને સંબોધન કરી આરોપોનું ખંડન કર્યું હતું અને ભાજપ પર પ્રહારો કર્યા હતા.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સૌરાષ્ટ્ર પ્રભારી અજય ઉપાધ્યાય આજે મોરબી પધાર્યા હોય ત્યારે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ૭૫ લાખની રોકડ મળવા અંગે તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું કનેક્શન હોય તો સરકાર તેની તપાસ કરાવે. કોંગ્રેસ કાર્યકરોને આ મેટર સાથે કોઈ લેવાદેવા નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આતંકવાદી સાથે ગૃહમંત્રીના ફોટો છે. ફોટો હોવાથી કઈ સાબિત થતું નથી. આ સાજીશ કરવામાં આવી છે.
વધુમાં રાજ્યમાં આરોગ્ય અને શિક્ષણ સેવાઓ અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. જેમાં જણાવ્યું હતું કે મોરબીની આખા દેશમાં આગવી ઓળખ છે. મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ડબલ એન્જીન સરકારની વાતો કરે છે પણ રાજ્યમાં એન્જીન ફેલ થઇ ગયું છે. વર્ષ ૨૦૧૭ ના મેનીફેસ્ટોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓના વચનો આપ્યા હતા પરંતુ સરકારી ડેટા કહે છે કે ૫ વર્ષમાં નવી કોઈ હોસ્પિટલ કે સરકારી યુનીવર્સીટી બની નથી. શાળાઓ બંધ છે સરકારી આરોગ્ય સુવિધાઓ અંગે સૌ કોઈએ કોરોના કાળમાં જોયું છે કે અમદાવાદ શહેરના રસ્તાઓ પર મૃતદેહ પડેલા જોવા મળ્યા હતા.
આરોગ્ય ક્ષેત્રમાં સરકારે બહુ ઓછો ખર્ચ કર્યો છે. મોરબી દુર્ઘટના સમયે પીએમ મોદીની મુલાકાત સમયે ઘણું બધું છુપાવવા માટે આવા સમયે રંગરોગાન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં ડોકટરો, પેરા મેડીકલ સ્ટાફની અછત જોવા મળે છે. ઝૂલતો પુલ દુર્ઘટનાએ રાજનીતિનો મુદો નથી માનવતાનો મુદો છે. જવાબદાર વિપક્ષ તરીકે તે અમે ઉઠાવ્યો છે અને મૃતકોના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી.
દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને અમિત શાહનો ગર્ભિત ઈશારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બરાબર જામી છે. આ ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જોકે તેમણે આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની પણ ભલામણ કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ ચર્ચા અને ચર્ચા પછી. તેમણે કહ્યું હતું કે, ભાજપે જનસંઘના સમયથી દેશની જનતાને આ વચન આપ્યું છે. માત્ર ભાજપ જ નહીં, બંધારણ સભાએ પણ સંસદ અને રાજ્યોને યોગ્ય સમયે UCC લાવવાની સલાહ આપી હતી. કારણ કે, કોઈ પણ ધર્મનિરપેક્ષ દેશ માટેના કાયદા ધર્મ પર આધારિત ન હોવા જોઈએ. જો દેશ અને રાજ્ય ધર્મનિરપેક્ષ હોય તો કાયદા ધર્મ આધારિત કેવી રીતે હોઈ શકે? જેથી દરેક માટે સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદો હોવા જોઈએ.
લોકશાહીમાં ચર્ચા અનિવાર્ય : શાહ
અમિત શાહે એક સમિટમાં દાવો કર્યો હતો કે, બંધારણ સભાની પ્રતિબદ્ધતાને સમયની સાથે ભૂલાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ સમાન નાગરિક સંહિતાના પક્ષમાં નથી. લોકશાહીમાં ચર્ચા જરૂરી છે. તેથી આ મુદ્દે પણ ખુલ્લી અને સ્વસ્થ ચર્ચાની જરૂર છે.