પાલનપુરઃ વડાપ્રધાન મોદીએ પાલનપુરમાં ચૂંટણી સભા સંબોધિત કરી હતી. લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સોલાર એનર્જીનું મોટુ અભિયાન ચલાવવા માંગીએ છીએ. બાયો ગેસ માટેની ચિંતા સરકારે કરી છે. દરેક જિલ્લામાં 75-75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે.
તેમણે કહ્યું હતું કે હું આજે તમારી પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. બનાસકાંઠામાં 100 ટકા વિજય આપવાનું નક્કી કરી દીધું છે. બનાસકાંઠા જિલ્લાની તમામ બેઠકો પર વિજય નિશ્વિત છે. બનાસકાંઠામાં જિલ્લામાં આ વખતે વાતાવરણ વાવાઝોડાનું છે. આગામી 25 વર્ષ કેવા હશે તે નક્કી કરવાની ચૂંટણી છે. ગુજરાતમાં વિકાસના અનેક કામ થયા છે. ધાર્મિક સ્થળો પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વિકાસની અનેક સંભાવના છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે દેશના પશુઓને પણ વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પશુધનની સમૃદ્ધિ તરફ કામ કરી રહ્યા છે. દિકરીઓના પોષણની ચિંતા સરકારે કરી છે. કોરોના કાળમાં ગરીબ ભૂખ્યા ન ઉંઘે તેની ચિંતા કરી છે. અઢી વર્ષથી 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં 100 ટકા કમળ ખીલવો. લોકસભામાં મને આપેલા મતદાનના રેકોર્ડ તોડવાના છે.