ડાંગ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ડાંગ કૉંગ્રેસમાં ભડકો થયો છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા હરિષ બચ્છવ કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. હરીશ બચ્છવ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હતા. મંત્રી ગણપત વસાવાએ ખેસ પહેરાવી હરિષ બચ્છવને ભાજપમાં આવકાર્યા હતા. હરીષ બચ્છવ 200 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.



રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અનેવડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.