Gujarat Politics 2024:લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ  રાજનેતાઓ એક બીજા પક્ષ પર આકરા નિવેદન કરી રહ્યાં છે. ગુજરાત કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર  ભાજપને પ્રહાર કરતા એક કવિતા લખી છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે કેટલાક દિગ્ગજ નેતાની ટિકિટ કાપતાં પરેશ ધાનાણીએ ભાજપ પર ટિકિટને લઇને થયેલા કકળાટ પર પ્રહાર કરતા કવિતા લખી છે






કવિતા દ્વારા પરેશ ધાનાણીએ   ભાજપ પર પ્રહાર  કર્યો છે. ધાનાણીની કવિતામાં ભીખુસિંહ અને રંજનબેનનો  પણ ઉલ્લેખ છે. ઉલ્લેખનિય છે કે, આ બેનેના નામ પરત ખેંચી લેવાયા છે. ધાનાણીની કવિતામાં નારણભાઈ અને ધડૂકનો પણ ઉલ્લેખ છે. તેમજ રૂપાણીથી લઈ કેસી પટેલ સાથેના અન્યાયનો પણ ઉલ્લેખ છે. તેમણે ભારતીબેન શિયાળથી લઈ કે.સી પટેલ ને નિતીન પટેલની સ્થિતિને પણ કટાક્ષ સાથે કવિતામાં વર્ણવી છે.


ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતાં નિવેદન આપ્યું હતું કે, "હાલમાં કમલમમાં કકળાટ જ્યારે કૉંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું." પરેશ ધાનાણીની આ પોસ્ટનો જવાબ આપતા ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ  તેમનો વળતો જવાબ આપતા કહ્યું કે. "કૉંગ્રેસ ટનાટન નહીં કૉંગ્રેસ ના પાડવામાં ટનાટન અને કૉંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન." હવે ફરી એકવાર પરેશ ધાનાણીએ ભાજપની સ્થિતિને કવિતા દ્વારા વર્ણવીને ભાજપ પર પ્રહાર કર્યાં છે. ઉલ્લેખનિય છે ભાજપના આંતરિક વિરોધ અને વિવાદના કારણે જાહેર કરેલા સાબરકાંઠા અને વડોદરાના ઉમેદવારોને બદલવા પડ્યાં છે.