ગાંધીનગરઃ વિધાનસભામાં મહિલા અત્યાચારના કોંગ્રેસના આક્ષેપ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જવાબ આપ્યો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓને માર્યા નથી. એમની માત્ર અટકાયત કરવામાં આવી છે. વિધાનસભા ઘેરવા ના હતા જેથી અમે એમની અટકાયત કરી છે. આપ વિસ્યુલ મંગાવી શકો છે એમના પર કોઈ હુમલો નથી કરવામા આવ્યો. હું વિધાનસભા ગ્રહમાં વિડિઓ બતાવવા માટે તૈયાર છું.મહિલાઓના દેખાવો બાબતે પોલીસે મંજૂરી આપી હતી. પરંતુ વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેથી મહિલાઓની અટકાયત કરવામાં આવી. દેખાવો અંગેના વીડિયો ફૂટેજ અમે ગૃહમાં રજૂ કરવા તૈયાર છીએ. આ અંગે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિરે પોતાના ગાલ પર થયેલા ઇજાના નિશાન બતાવીને પૂછવામાં આવ્યું હતું કે, આ અત્યાચાર નથી તો આને પપ્પી કરી કહેવાય. મહિલાઓ પર હુમલો કરવા મુદ્દે કોંગ્રેસે વિધાનસભામાંથી વોક આઉટ કર્યું હતું.



કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, સેવા દળની મહિલાઓ પર પુરુષ પોલીસ અધિકારીઓ લાફો માર્યા. દંડા મારવામાં આવ્યા. આજે મહિલા દિવસ છે, મહિલા સન્માનની વાત છે . પરવાનગી લઈને કરાયેલા કાર્યક્રમમાં આ બરબરતા પર ગૃહમંત્રી જવાબ આપે. તેમણે ગૃહમાં આક્ષેપ લગાવ્યો કે, મુખ્યમંત્રી બદલવાથી સરકારના પાપ નહિ છુપાય જાય. ગુજરાત સરકારની બેદરકારીથી 3 લાખ લોકોના કોરોનામા મૃત્યુ થયા.

તેમણે વિધાનસભામાં કહ્યું કે, એક ઇન્જેક્શ લોકો ને ન મળે. પણ ગુજરાતના ભાઉને 5 હજાર ઇન્જેકશન મળી રહે. આ 5 હજાર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા. પશુના મૃત્યુ પર પણ સરકારની 50 હજારની સહાય અને કોરોનામાં મૃત્યુ પામનાર લોકોની પણ 50 હજારની સહાય.