સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલો કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કોગ્રેસમાં ભંગાણ થયું છે. ૪ સુધરાઈ સભ્યો, ૨ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહીત ૩૦૦ કોગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.


આઈ. કે. જાડેજા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. લોહાણા માહાજનની વાડીમાં સંમેલન યોજાયું હતું. બીજી તરફ સુરત જિલ્લાના બારડોલીમાં કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.બારડોલીમાં ભાજપનો કેસરીયો ઉતારીને 25 વર્ષ જૂના 200 જેટલા કાર્યકરો-આગેવાનોએ કોંગ્રેસના પંજાનો હાથ ઝાલ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપમાં ભંગાણ સર્જાયું છે.