સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા બદલીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અનેક IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જ્યારે અનેક કર્મચારીઓને વધારાનાં ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે.


IPS અમિત વિશ્વકર્મા IGP ઓપરેશન અમદાવાદ, તેમને ADGP ATS અને કોસ્ટલ સિક્યુરીટી પદે યથાવત રાખવામાં આવ્યા છે. IPS વી. ચંદ્રશેખર અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા છે.



IPS એન.એન કોમરને IGP પીએન્ડએમનો ચાર્જ સોંપાયો છે. IPS નિરજ બડગુજર સાબરાકાંઠાના SP બનાવાયા છે. IPS પ્રેમવીરસિંહ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના Ad.CP બનાવાયા છે. IPS ચૈતન્ય માંડલિકની અમદાવાદ શહેર DCP ક્રાઈમ તરીકે બદલી કરવામાં આવી છે. IPS જગદીશ ચાવડાને અમદાવાદ શહેરમાં IBના SP બનાવાયા છે.

રૂપાણી સરકારે રાજ્યના ત્રણ IPS અધિકારીઓને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આપ્યું છે. નરસિમ્હા એન કોમર , પ્રફુલા રૌશન અને એ પાંડ્યનને એડીજીપી ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે અશોકકુમાર યાદવ અને એસ કે ગઢવીને DIGમાંથી IGનું પ્રમોશન આપવામાં આવ્યું છે.