ગાંધીનગર:ગાંધીનગર: બજેટની ચર્ચા દરમિયાન કરવેરા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય  કિરીટ પટેલે ગૃહમાં સરકારને ઘેરતા કેટલાક વેધક સવાલો ઉઠાવ્યા હતા. કિરિટ પટેલે કહ્યું કે, સરકાર કહે છે કે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક કેમ વધશે? સરકારે વ્યક્ત કરેલા અંદાજમાં કરવેરાની આવકમાં રૂ. 15 હજાર કરોડનો વધારો દર્શાવવામાં આવ્યો છે,ગયા વર્ષે 1.34 લાખ કરોડ કરવેરાની આવક હતી. આગામી વર્ષમાં 1.49 લાખ કરોડની સૂચિત આવક દર્શાવી છે.
નવા કરવેરા વગર રૂ. 15 હજાર કરોડની આવક કેવી રીતે વધશે?  રાજ્ય સરકારનું દેવું વધી રહ્યું છે,5 વર્ષમાં સરકારની કરવેરા વગર આવક બમણા કરતા વધી ગઈ છે, કિરીટ પટેલે કહ્યું કે, GDPની આવક વધી નથી
તો આ  આવક આવી ક્યાંથી?


પેન્શન મુદ્દે  કિરિટ પટેલે સરકાર સામે નિશાન સાધ્યું


તો બીજી તરફ નવી શિક્ષણ નિતી અને જૂના પેન્શન મુદ્દે  કિરિટ પટેલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. ગૃહમાં તેમણે જણાવ્યું કે, નવી શિક્ષણનીતિ મુજબ શિક્ષણ માટે રકમ ખર્ચ નથી થતી. જૂની પેન્શન નિતી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ શિક્ષકોએ 16  ૧૬/૯/૨૦૨૩ ના જૂની પેન્શન માટે આંદોલન કર્યુ હતુ અને સરકારે એક કમિટીનું ગઠન કરી પેન્શન આપવાની જાહેરાત કરી હતી  પરંતુ રાજ્યના 5 મંત્રીની કમિટીએ 2005 અગાઉના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અંગે જાહેરાત કરી હતી.આ જાહેરાત અનુસંધાને બજેટમાં કોઈ જોગવાઈ કરાઈ નથી. જાહેરાત બાદ  બજેટમાં જોગવાઈ ન કરવી એ વિશ્વાસઘાત સમાન છે.


અમિત ચાવડાનો ગૃહમાં સરકાર પર ગંભીર આરોપ


તો બીજી તરફ પ્રશ્નોતરી કાળમાં અમિત ચાવડાનો ગૃહમાં સરકાર પર ગંભીર આરોપ કર્યો હતા. તેમણે ગૃહમાં કહ્યું કે, નળ સે જલ નહિ પણ નળ સે છળ યોજના છે.ગુજરાતના અનેક વિસ્તારમાં નળ લગાવ્યા પણ જળ આવતું નથી.મોટા પ્રમાણમાં ભ્રષ્ટ્રાચારની ફરિયાદો આવી રહી છે.કેટલાક સ્થળોએ થયેલી કાર્યવાહીમાં આ પુરવાર થયું છે. જો કે આ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ જવાબ આપતા કહ્યું કે, ફરિયાદ મળે છે, ત્યાં તપાસ કરવામાં આવે છે.


સરકારાના દાવાની પોલ ખુલ્લી


તો વિપક્ષે સૂર્યોદય યોજનાની પોલ ખોલતા ગૃહમાં કેટલાક તથ્યો રજૂ કરતા સરકારના દાવની પોકળતા સાબિત કરી હતી. આ મુદે સવાલ કરતા યોજનામાં ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવાના સરકારી દાવાની પોલ ખુલી છે. સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 79 સબ સ્ટેશન પૈકી માત્ર 23 સબ સ્ટેશન સાથે જોડાયેલા ફિડરોમાં જ 8 કલાક વીજળી અપાય છે.સુરેન્દ્રનગર જિલ્લાના 56 સબ સ્ટેશનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની વ્યવસ્થા નથી.