પાટણઃ ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા પાટણ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.  કિરીટ પટેલ ખુદ કબૂલી રહ્યા છે કે, ચુંટણીમાં ભાજપ સામે કોંગ્રેસનો છેવટે સફાયો થઈ જાય છે.


ભાજપ પાસે કોઈ મુદ્દો નથી આપડી ઘણા મુદ્દા છે. ચુંટણી પહેલા એવું લાગે કે ભાજપનો સફાયો થઈ જશે પરંતુ સફાયો આપણો થઈ જાય છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ વિસ્તૃત કારોબારીની બેઠકમાં હાર્દિક પટેલની હાજરીમાં નિવેદન આપ્યું હતું. 


રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી?


અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસ સુધી વરસાદે વિરામ લીધા પછી રાહતના સમાચાર સામે આવ્યા છે.  2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ આવી શકે છે. 


રથયાત્રાના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. 3 દિવસ બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પણ આવી શકે છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ બાદ અતિ ભારે વરસાદ આવી શકે છે. 


ખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખથી મનમૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


રાજ્યમાં ત્રણ દિવસ બાદ મેઘરાજા મનમૂકીને વરસશે. ખેડૂતોને રાહત આપતી આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર 11 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. કેમ કે, 11 તારીખથી બંગાળની ખાડીમાં સર્જાશે લૉ પ્રેશરની સિસ્ટમ. જેની અસરથી ગુજરાતમાં થશે મેઘમહેર થશે.


હવામાન વિભાગના મતે 11 થી 13 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં વરસશે વરસાદ. તો 12 અને 13 જુલાઈના સૌરાષ્ટ્રમાં વરસશે વરસાદ. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ વરસવાનું અનુમાન છે.


જોકે આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને જોતાં રાજકોટના કલેક્ટર દ્વારા 7થી 8 વિભાગોની બેઠક યોજવામાં આવી હતી.


જિલ્લા કલેક્ટર અરૂણ બાબુએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં હયાત પાણીના જથ્થાની વિગતો મંગાવી, ટેન્કર દોડવવા તેમજ સિંચાઈ માટે આગોતરી વ્યવસ્થા કરવા સહિતના પગલાંનું આયોજન થયું હતું.


આણંદમાં વરસાદ


સામાન્ય રીતે ચરોતર પંથકમાં ૧૫ જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે લગભગ એક સપ્તાહ જેટલું વહેલા નૈઋત્યનું ચોમાસું શરૂ થયું હતું. તા.૪ જૂનના રોજ આણંદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને શરૂઆતમાં જ ધબધબાટી બોલાવતા આણંદ તાલુકામાં સાત ઈંચ વરસાદ ખાબક્યો હ તો. આ ઉપરાંત જિલ્લાના ખંભાત, તારાપુર પંથકમાં પણ ચારથી પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ પાંચેક દિવસ સુધી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.


૪ જૂનના રોજથી આણંદ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. જેમાં તા.૨૯ જૂન સુધીમાં જિલ્લાના આણંદ તાલુકામાં કુલ ૪૬૮ મી.મી. વરસાદ સાથે સિઝનનો ૫૫.૭૧ ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે સોજિત્રા તાલુકામાં ૨૧૮ મી.મી., પેટલાદ તાલુકામાં ૧૬૯ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૬૪ મી.મી., આંકલાવ તાલુકામાં ૧૬૭ મી.મી., બોરસદ તાલુકામાં ૧૬૯ મી.મી., ખંભાત તાલુકામાં ૨૨૮ મી.મી. અને તારાપુર તાલુકામાં ૧૩૯ મી.મી. વરસાદ નોંધાયો છે. ગત તા.૨૮મીના રોજ આણંદ તાલુકામાં ૩ ઈંચ, સોજિત્રા તાલુકામાં અઢી ઈંચ અને ઉમરેઠ તથા પેટલાદ તાલુકામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા.