રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા સાથીઓ સાથે બે દિવસમાં મહત્વની બેઠક યોજાઈ શકે છે. આગામી 15મી મેના રોજ પાટીદાર આંદોલનના જૂના સાથીઓ સાથે હાર્દિકની બેઠક થવાની છે.
બે પાટીદાર નેતાઓની ટૂંક સમયમાં મીટીંગ મળશે. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં બેઠક થઈ શકે છે. હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પણ નરેશભાઈ સાથે મુલાકાત કરશે. આગામી પંદર તારીખ સુધીમાં નરેશભાઈ સાથે હાર્દિક બેઠક કરશે. બે પાટીદાર નેતાઓ અને મીટિંગને લઈને રાજ્યના રાજકીય આગેવાનો અને તમામની નજર છે. હાર્દિક પટેલની ભાજપમાં પ્રવેશની અટકળો વચ્ચે વધુ એક મોટા સમાચાર સમાચાર સામે આવ્યા છે.
SC On Sedition Law: સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા પર સ્ટે મૂક્યો છે એટલે કે ભારતીય દંડ સંહિતાની કલમ 124A પર સુપ્રીમ કોર્ટે અટકાવી દીધો છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેના પર પુનર્વિચાર કરવો જોઈએ અને જ્યાં સુધી તેના પર પુનર્વિચાર ન થાય ત્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે રાજદ્રોહ કાયદા હેઠળ આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવો જોઈએ નહીં. આ સાથે જે લોકો પર રાજદ્રોહનો આરોપ છે તેઓ જામીન માટે કોર્ટમાં જઈ શકે છે.
ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું- કેન્દ્ર સરકાર આ કાયદા પર વિચાર કરશે. અરજીકર્તાઓએ કહ્યું કે આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટર્ની જનરલે એમ પણ કહ્યું હતું કે હનુમાન ચાલીસા કેસમાં રાજદ્રોહની કલમો લગાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં જ્યાં સુધી તેની સમીક્ષા ન થાય ત્યાં સુધી આ કલમ હેઠળ કેસ નોંધવો યોગ્ય રહેશે નહીં.
સુપ્રીમ કોર્ટમાં બુધવારે રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે અમે રાજ્ય સરકારોને જારી કરવા માટેના નિર્દેશોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમના મતે, રાજ્ય સરકારોને સ્પષ્ટ સૂચના હશે કે જિલ્લા પોલીસ વડા એટલે કે એસપી અથવા ઉચ્ચ સ્તરના અધિકારીની મંજૂરી વિના, રાજદ્રોહની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે નહીં. આ દલીલ સાથે સોલિસિટર જનરલે કોર્ટને કહ્યું કે હાલમાં આ કાયદા પર સ્ટે ન મૂકવો જોઈએ.
અગાઉ, કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જ્યાં સુધી રાજદ્રોહની કલમો હેઠળ પેન્ડિંગ કેસોનો સંબંધ છે, દરેક કેસની ગંભીરતા જાણી શકાતી નથી. કેટલાક પર આતંકવાદનો અને કેટલાક પર મની લોન્ડરિંગનો કેસ છે. છેવટે, પેન્ડિંગ મામલાઓ ન્યાયતંત્ર સમક્ષ છે, તેથી આપણે કોર્ટ પર વિશ્વાસ રાખવાની જરૂર છે.