દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. આ વચ્ચે જ હવે કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિક્ષણમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી કે પ્રાથમિક શાળાના શિક્ષકો ભાજપના સદસ્ય અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો શિક્ષકો સદસ્યતા અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે. કાંકરેજના MLA અમૃતજી ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો. સદસ્યતા અભિયાનમાં ભાગ લેનાર શિક્ષકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહના કાર્યક્રમમાં શિક્ષકોની હાજરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
બનાસકાંઠામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં શિક્ષકોની હાજરી જોવા મળી હતી. નિયમ મુજબ કોઈ પણ સરકારી કર્મચારી રાજકીય પક્ષ સાથે જોડાઈ શકતા નથી. હવે શિક્ષકો જ ભાજપના આ અભિયાનમાં વ્યસ્ત બનતા શિક્ષણકાર્ય પર પણ અસર પડી રહી છે. અંતમાં ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાગ લેનારા અને ભાજપના સભ્ય બનેલા પ્રાથમિક શિક્ષકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
અગાઉ ભાવનગર શહેરમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું હતું. ભાવનગરમાં રૂપિયાના જોરે ભાજપના સિનિયર નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો વીડિયો વાયરલ થયો છે જેને લઈને ભાવનગરની રાજનીતિ ગરમાઈ ગઇ હતી.વોર્ડ નંબર 13 ના નગરસેવક યુવરાજસિંહ ગોહિલ દ્વારા પણ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જે ખૂબ જ વિવાદમાં આવ્યું છે. ભાજપના આ સિનિયર નગરસેવક વીડિયોમાં કહી રહ્યા છે કે 100 સદસ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ. શહેરના અકવાડા વિસ્તારમાં કોઈ સરકારી કચેરીનો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
ભાવનગર શહેરના પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ કહ્યું હતું કે ભાવનગરનાં પ્રજાજનો હવે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માંગતા નથી. ભાવનગરની જનતા ને લાખો રૂપિયા આપે તો પણ વેચાય તેવી નથી. આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભૂમિ છે.
Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન