Kutch News: માંડવી શહેરમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્ષ આવવાના કારણે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન માંડવી નગર પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં તોડફોડ  કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા માંડવી પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં તોડફોડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 




પ્રમુખ અને કોઈ જવાબદાર વ્યક્તિ હાજક ન હોવાના કારણે તોડફોડ કરવામાં આવી હોવાની વાત કોંગ્રેસે કરી હતી. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, પોલીસની હાજરીમાં જ તોડફોડ કરવામાં આવી હતી. પાણી,ગટર,સફાઈ તમામ મુદ્દાને લઈને કોંગ્રેસના કાર્યકરો આજે રજૂઆત કરવા માટે માંડવી નગર પાલિકા પહોંચ્યા હતી  પંરતુ પાલિકામાં કોઈ પણ જવાબદાર અધિકારી ન હોવાથી તેઓ ગુસ્સે ભરાયા હતા અને બાદમાં તોડફોડ કરી હતી.




તો આ ઘટના અંગે મીડિયા સાથે વાત કરતા કોંગી નેતાએ કહ્યું કે, માંડવીમાં સફાઈ પણ નથી થતી. માત્ર કોંગ્રેસ જ નહીં જનતામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી લોકો રોષે ભરાયા છે. આ જનતાનો આક્રોશ છે.  તો આ ઘટના અંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કહ્યું કે, વિરોધ કરવાની એક પદ્ધતિ હોય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ શાંતિથી રજૂઆત કરવી જોઈએ.કોંગ્રેસને પ્રજા ઓળખી ગઈ છે.


ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભાવનગર,જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે.  છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી છે.  ગુજરાત રિજીયનના સૌરાષ્ટ્ર અને કચ્છમા એક દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 



અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉપરાંત આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 15, 16 અને 17 તારીખે ભારે વરસાદ અને 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.









18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


રાજયમાં કેટલા જળશયો 100 ટકા ભરાયા ?


રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘમહેર થતા અનેક જળાશયોમાં નવા નીર આવતા પાણીના જથ્થાના સંગ્રહમાં વધારો થયો છે. રાજ્યમાં જળ સંપતિ વિભાગના અહેવાલ અનુસાર કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ સિવાય ગુજરાતના 31 જળાશયો 100 ટકા છલકાયાં છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ- જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા પાણીનો જથ્થો છે જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ 141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યમાં 31 જળાશયો 100 ટકા છલકાયા છે.               


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial